પુત્રને ધમકી દીધી, પુત્રીને ફડાકો માર્યો : ઘરમાં સામાનની તોડફોડ કરી
જામનગરના એસટી ડીવીઝન પાછળ અલસફા સોસાયટીમાં વાપરવાના પૈસા નહીં આપતા ઉશ્કેરાયેલા શખ્સે પુત્રને ધમકી દીધી હતી અને પુત્રીને ફડાકા માયર્િ હતા તેમજ ઘરમાં નુકશાન પહોચાડીને નાશી જતા મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો હતો.
જામનગરમાં કાલાવડ નાકા બહાર અલસફા સોસાયટીમાં રહેતા અને કલર કામની મજૂરી કરતા સરફરાજખાન સલીમખાન લોદીન નામના 25 વર્ષના પઠાણ યુવાને પોતાને મારી નાખવાની ધમકી આપી પોતાની બહેનને થપ્પડો મારવા તેમજ તલવાર વડે ઘરમાં તોડફોડ કરી નાખી નુકસાન પહોંચાડવા અંગે પોતાના પિતા સલીમખાન કરીમખાન લોદિન (રહે. નવાગામ ઘેડ) સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી સલીમખાન છેલ્લા કેટલાક વર્ષોથી પોતાના પરિવારથી અલગ નવાગામ ઘેડમાં રહે છે. જેણે પોતાના પુત્ર અને પત્ની પાસેથી વાપરવા માટેના પૈસાની માંગણી કરી હતી, પરંતુ પુત્રએ પૈસા આપવાનો ઇનકાર કઈ દેતાં સલીમખાન તલવાર સાથે તેમના ઘેર ધસી આવ્યો હતો, અને ઘરમાં ચીજ વસ્તુઓમાં તોડફોડ કરી નાખી 21,000નું નુકસાન પહોંચાડ્યું હતું.
આ વેળાએ ઘરમાં હાજર રહેલી ફરીયાદીની બહેન મોઇનબાનુંને થપપ્ડો ઝીંકી દીધી હતી તેમજ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાના ખોખરાના સરપંચે બ્રાંચ પોસ્ટ માસ્તરને માર માર્યાની રાવ
June 05, 2025 03:57 PMઢૂંઢસર ગામની સીમમાં જુગાર રમતા બે ઝડપાયા, ચાર શખ્સો નાસી છૂટ્યા
June 05, 2025 03:53 PMજુના બંદર રોડ પરથી ટ્રકમાંથી રુપીયા ૧૨ લાખની કિંમતના કોપરની ચોરી
June 05, 2025 03:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech