જામજોધપુરમાં શરાબની બોટલ સાથે એક ઝબ્બે: એક ફરાર

  • April 29, 2025 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુરની સરકારી હોસ્પીટલ પાસે એકટીવામાં નીકળેલા શખ્સની અટકાયત કરીને તલાશી લેતા તેની પાસેથી દારૂ​​​​​​​ની બોટલ મળી આવી હતી. તપાસ દરમ્યાન એકની સંડોવણી ખુલી હતી.

જામજોધપુરના વેણુ પુલ પાસે રહેતા આલા હરી સંધીયા નામનો શખ્સ ગઇકાલે એકટીવા નં. જીજે૧૦બીબી-૧૩૨૩ લઇને ગામની સરકારી હોસ્પીટલ પાસેથી પસાર થતો હતો ત્યારે તેને આંતરીને ડેકીની તલાશી લેતા તેમાથી દારૂ​​​​​​​ની એક બોટલ મળી આવી હતી. આથી કુલ ૧૫૫૦૦નો મુદામાલ પકડી લેવામાં આવ્યો હતો. પુછપરછ દરમ્યાન આ દારૂ​​​​​​​ આંબરડી ગામના ભાયા રબારીએ પુરો પાડયો હોવાનું જણાવ્યુ હતું આથી બંનેની સામે પ્રોહી મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application