બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કરવાના આરોપીને મુંબઈ પોલીસે થાણે પશ્ચિમ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી અને આજે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસના તપાસ અધિકારીએ મેજિસ્ટ્રેટને જણાવ્યું હતું કે, આરોપી બાંગ્લાદેશી છે અને તે માન્ય દસ્તાવેજો વિના ભારતમાં કેવી રીતે પ્રવેશ્યો તે શોધવાનું જરૂરી છે. આની તપાસ માટે પોલીસે 15 દિવસની કસ્ટડી માંગી હતી.
આરોપીના વકીલે પોલીસના આરોપોને ફગાવી દીધા
આરોપીના વકીલે પોલીસના દાવાઓને નકારી કાઢ્યા અને કહ્યું કે તે બાંગ્લાદેશી નથી પણ ભારતીય નાગરિક છે જે મુંબઈમાં રહે છે. આરોપીના વકીલે મેજિસ્ટ્રેટને જણાવ્યું હતું કે, પીડિત હાઈ પ્રોફાઇલ છે અને આથી આ મુદ્દાને વધુ પડતો ઉછાળવામાં આવી રહ્યો છે. જો ન હોત, તો તેને સામાન્ય બાબત તરીકે ગણવામાં આવી હોત. આરોપીને કસ્ટડી આપવાની કોઈ જરૂર નથી. પોલીસ તેને બલિનો બકરો બનાવી રહી છે. ધરપકડ કરાયેલ વ્યક્તિ રીઢો ગુનેગાર નથી.
આંતરરાષ્ટ્રીય ષડયંત્રની શંકાને નકારી શકાય નહીં
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, મેજિસ્ટ્રેટ પોલીસ દ્વારા આપવામાં આવેલી દલીલોથી સંતુષ્ટ થયા અને કહ્યું કે, આરોપી બાંગ્લાદેશનો નાગરિક હોય શકે છે, આથી આ કેસમાં આંતરરાષ્ટ્રીય કાવતરું હોવાની શંકાને નકારી શકાય નહીં. પોલીસને તપાસ માટે પૂરતો સમય આપવો પડશે અને આથી પોલીસને આરોપીની 5 દિવસની કસ્ટડી આપવામાં આવી છે.
ધરપકડ બાદ પોલીસે કહ્યું કે, આરોપી બાંગ્લાદેશી હતો
હુમલા બાદ, ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે આરોપીઓને શોધવા માટે ઘણી ટીમો બનાવી હતી. અગાઉ પોલીસે મીડિયાને જણાવ્યું હતું કે, કથિત હુમલાખોર, મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદ એક બાંગ્લાદેશી નાગરિક હતો, જેણે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા બાદ પોતાનું નામ બદલીને બિજોય દાસ રાખ્યું હતું. તેને થાણે શહેરને અડીને આવેલા વિસ્તારમાંથી પકડવામાં આવ્યો હતો. હુમલાખોરે સૈફ પર અનેક વાર છરીના ઘા કર્યા હતા, જેના પછી નજીકની લીલાવતી હોસ્પિટલમાં તેની ચાર-પાંચ કલાકની સર્જરી કરવામાં આવી હતી.
શું છે સમગ્ર મામલો
15 જાન્યુઆરીની રાત્રે આરોપી બાંદ્રા સ્થિત સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસ્યો હતો. આરોપીઓએ સૈફ પર છરી વડે હુમલો કર્યો હતો. તેને ગરદન, પીઠ, હાથ અને માથા સહિત છ જગ્યાએ છરીના ઘા મારવામાં આવ્યા હતા. રાત્રે જ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
સૈફના કરોડરજ્જુમાંથી છરીનો ટૂકડો નીકળ્યો
લીલાવતી હોસ્પિટલના ડૉક્ટરના જણાવ્યા અનુસાર, સૈફની કરોડરજ્જુમાં છરીનો ટુકડો ફસાઈ ગયો હતો અને પ્રવાહી પણ નીકળી રહ્યું હતું. તેને સર્જરી દ્વારા દૂર કરવામાં આવ્યો હતો. ડૉક્ટરે કહ્યું કે જો અભિનેતાની કરોડરજ્જુમાં છરી 2 મી.મી. વધુ ઘૂસી ગઈ હોત તો કરોડરજ્જુને નોંધપાત્ર નુકસાન થઈ શક્યું હોત.
સૈફને ઓપરેશન બાદ ICUમાંથી સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યો
મુંબઈની લીલાવતી હોસ્પિટલના મુખ્ય ન્યુરોસર્જન ડૉ. નીતિન ડાંગે અને સીઓઓ ડૉ. નીરજ ઉત્તમાણીએ શુક્રવારે જણાવ્યું હતું કે સૈફને ICUમાંથી હૉસ્પિટલના વિશેષ રૂમમાં ખસેડવામાં આવ્યો છે. તે ખતરાની બહાર છે
હુમલા સમયે સૈફના ઘરમાં 6 નોકર હાજર હતા
રાત્રે હુમલો થયો ત્યારે સૈફ અલી ખાનના ઘરમાં 3 મહિલા અને 3 પુરૂષ નોકર હતા. ઈબ્રાહિમ અને સારા અલી ખાન પણ આ જ બિલ્ડિંગના આઠમા માળે રહે છે. હુમલા બાદ તે આવ્યો અને સૈફ અલી ખાનને ઓટોમાં હોસ્પિટલ લઈ ગયો. ઘરે કોઈ ડ્રાઈવર હાજર ન હતો. ઓટોમેટિક ઇલેક્ટ્રિક વાહન કેવી રીતે ચલાવવું તે કોઈને ખબર ન હતી, તેથી તેઓ ઓટો દ્વારા લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા.
સૈફ અને કરીનાનું નવું ઘર જ્યાં હુમલો થયો હતો
સૈફ અને કરીના તેમના બે પુત્રો સાથે મુંબઈના બાંદ્રા સ્થિત સતગુરુ શરણ એપાર્ટમેન્ટમાં રહે છે. સૈફની ફ્રેન્ડ અને ફેમસ ઈન્ટિરિયર ડિઝાઈનર દર્શિની શાહે તેને ડિઝાઈન કરી છે. જૂના ઘરની જેમ સૈફના નવા ઘરમાં પણ લાઇબ્રેરી, આર્ટ વર્ક, સુંદર ટેરેસ અને સ્વિમિંગ પૂલ છે. રોયલ લુક આપવા માટે આ એપાર્ટમેન્ટને વ્હાઇટ અને બ્રાઉન કલરમાં સજાવવામાં આવ્યું છે. બાળકો માટે નર્સરી અને થિયેટર સ્પેસ પણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech