BREAKING NEWS

જેતપુર કારખાનાના બોઈલરના ઓઈલમાં મોટી આગ ફાટી નીકળી

  • April 22, 2026 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જેતપુરના રાજકોટ નેશનલ હાઇવે પર ભાદર નદી પાસે આવેલ દયાનદં ઇન્ડસ્ટ્રીઝ નામના સાડીના કારખાનાના બોઇલરમાં ગઈકાલેે બપોરે અચાનક આગ લાગી હતી. નગરપાલિકાના ફાયર ફાઇટર દ્રારા આગ પર પાણીનો મારો ચલાવ્યો તેમજ કારખાનાના કારીગરો દ્રારા બોઇલરની ટેન્કનો ઓઇલનો વાલ્વ બધં કરી દેતા આગ પર કાબુમાં આવી હતી. ભાદર નદી કાંઠે આવેલ દયાનદં ઇન્ડસ્ટ્રીઝ નામના સાડીના કારખાનામાં ગઈકાલેે બપોરના સમયે બોઇલરની ટેન્કમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેથી કારખાનેદારે દ્રારા તરત જ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાઇટર સ્થળ પર પહોંચી બોઇલરની આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ આગ કાબુમાં આવવાને બદલે વધતી જતી હતી. કેમકે બોઇલરમાં લગભગ ૧થી ૨ હજાર લીટર ઓઇલ ભરેલ હોય અને આગ ઓઈલના ભાગે જ લાગી હોવાથી આગ પાણીથી ઓલવાતી ન હતી. જેથી કારખાનાના કારીગરો દ્રારા બોઇલરનો ઓઇલ વાલ્વ જે આગ પાસે જ હતો તે જીવના જોખમે બધં કરી દેતા આગ તરત કાબુમાં આવી ગઈ હતી.
તેમ છતાં ઓઇલ હજુ ગરમ જ હોવાથી નગરપાલિકાનું બીજું ફાયર ફાઇટર કે જેમાં ફોમવાળું પાણી ભરેલ હતું તે મંગાવી તેના પાણીનો મારો બોઇલર પર ચલાવી બોઇલર ઠંડુ કરવામાં આવ્યું હતું. કારખાનાના કારીગરે સમય સુચકતાથી બોઇલરનો ઓઇલ વાલ્વ બધં કરી દેતા આગ ઓલવાઈ જતા મોટી જાનહાની ટળી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News