જમ્મુ-કાશ્મીરનામાં CRPF વાહન અકસ્માતની ઘટના સામે આવી રહી છે. બડગામ જિલ્લાના ખાઈગામ વિસ્તારમાં CRPF વાહન રોડ પરથી લપસી ગયું હતું. આ અકસ્માતમાં 15થી વધુ જવાનો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ખાઈગામ વિસ્તારમાં CRPF 181-F કંપનીના જવાનોને લઈ જતી ટ્રક રોડ પરથી લપસી ગઈ હતી. અધિકારીના જણાવ્યા અનુસાર તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગયા મહિને બીએસએફની બસ ખાડામાં પડી હતી
સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં બડગામના વોટરહાલ વિસ્તારમાં ચૂંટણી ફરજમાં લાગેલી બસ ખાઈમાં પડી હતી, જેમાં બીએસએફના ઘણા જવાનો ઘાયલ થયા હતા અને શહીદ થયા હતા. બીએસએફના 36 જવાનોને લઈ જતી બસ ખડક પરથી લપસી જતાં આ અકસ્માત થયો હતો. બસ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી અને વોટરહોલ નજીક બ્રેઈલ ગામમાં નાળામાં પડી હતી. પીઆરઓ બીએસએફએ અકસ્માતમાં બીએસએફના ચાર જવાનોના મોતની પુષ્ટિ કરી હતી. આ અકસ્માતમાં બસ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી, જેમાં 4 જવાનો શહીદ થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech