ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા તથા જયરાજસિહ દ્રારા કરાયેલાં તુલશીવિવાહનાં માંગલિક આયોજનમાં હજારો લોકો ઉમટાં હતા. વાછરા ગામથી શાલીગ્રામ ભગવાનની જાન કોલેજચોકમાં આવી પંહોચતા સ્વાગત કરાયુ હતુ.સમસ્ત વાછરા ગામ જાન માં જોડાયુ હતુ.બાદ માં બેન્ડવાજાની સુરાવલીઓ સાથે ધામધૂમપૂર્વક વરઘોડો નિકળ્યો હતો.જેમાં હાથી ઉપર શાલીગ્રામ ભગવાન બિરાયાં હતા.ઉપરાંત ઘોડા,ઉંટ,રથ,બગીઓ ઉપરાંત રાસ મંડળીઓ જોડાઇ હતી.અને ધારાસભ્યનાં નિવાસસ્થાને પંહોચ્યા હતા.યાં વેદોકત મંત્રોચ્ચાર વચ્ચે શાલીગ્રામ ભગવાન અને તુલશીમાતાનાં લ સંપ્પન થયા હતા. તુલશીમાતાનાં માવતર ધારાસભ્યનાં પુત્ર યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ)તથા તેમના ધર્મપત્ની રાજલમીબા બન્યા હતા.યારે શાલીગ્રામ ભગવાનનાં માવતર વાછરા નાં સરપચં ભરતભાઇ ચોથાણી અને ભરતભાઇ ગમારા બન્યાં હતા.સાંજે સાત કલાકે જાન વિદાય થઈ હતી.તુલશીવિવાહ માં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા,પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ પાણી, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા,દર્શીતાબેન શાહ,ડો.મહેન્દ્રભાઇ પાડલીયા, સાંસદ રામભાઈ મોકરીયા,પુર્વ સાંસદ રમેશભાઈ ધડુક સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.રિવર સાઈડ પેલેસમાં ભોજન સમારોહ રખાયો હતો.જેમાં અંદાજે વીસ હજાર લોકોએ ભોજન લીધુ હતુ. બાદમાં રાત્રે સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં યોજાયેલ લોકડાયરામાં મેદાન ટુંકુ પડું હોય તેમ અકડેઠ્ઠ પબ્લિક એકઠી થઇ હતી.લોકડાયરામાં પ્રથમ વખત મહીલાઓની વિશેષ હાજરી હતી.સંગ્રામસિંહ હાઈસ્કૂલનું મેદાન ભરચક બન્યું હતુ. કીર્તીદાન ગઢવી, દેવાયત ખવડ,કિંજલ દવે, બીરજુભાઇ બારોટ ધીભાઇ સરવૈયા સહિત નાં કલાકારો એ મોડી રાત સુધી જમાવટ કરી હતી.કલાકારો પર પીયાનો વરસાદ વરસ્યો હતો
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઠાકોરજીની આરતી ઉતારી
ગોંડલ ખાતે ધારાસભ્ય ગીતાબા પુર્વ જયરાજસિહ તથા ગણેશભાઈનાં આંગણે યોજાયેલા તુલશીવિવાહનાં માંગલિક અવસર પર રાયનાં મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહી ઠાકોરજીની આરતી ઉતારી હતી.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરથી હેલીકોપ્ટર દ્રારા એસઆરપી ગ્રાઉન્ડ પરનાં હેલીપેડ પર ઉતર્યા હતા. યાંથી કાર મારફત જયરાજસિહ જાડેજાનાં નિવાસસ્થાને તુલશીવિવાહમાં પંહોચ્યા હતા. વચ્ચે વાછરાથી આવેલી શાલીગ્રામ ભગવાનની જાનનાં ફુલેકામાં પણ જોડાયા હતા. જયરાજસિહનાં નિવાસસ્થાને ધારાસભ્ય ગીતાબા, જયરાજસિહ તથા ગણેશભાઈએ મુખ્યમંત્રીનું સ્વાગત સન્માન કર્યુ હતુ.થોડાં રોકાણ બાદ મુખ્યમંત્રી ગોંડલનાં પ્રસિદ્ધ રમાનાથધામ ખાતે પહોંચ્યા હતા. ત્યાં માઁ અંબાજીનાં દર્શનનો લ્હાવો લીધો હતો.બાદમાં સતં નાથાભાઈ તથા રમાબેનનાં સમાધીમંદીરનાં દર્શન કર્યા હતા. આ વેળા પુર્વ સાંસદ રમેશભાઈ ધડુકે નાથાભાઈની આધ્યાત્મિક ચેતના અને રમાનાથધામનાં નિર્માણ અંગે મુખ્યમંત્રીને વિદિત કર્યા હતા. બાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હજુર પેલેસ પંહોચ્યા હતા. યાં રાજમાતા કુમુદકુમારીજી તથા રાજવી હિમાંશુસિહજી સાથે મુલાકાત કરી હતી.આ સમયે રાજવી પરિવાર દ્રારા મુખ્યમંત્રીને ભગવદગોમંડલ અર્પણ કરાયુ હતુ. બાદમાં મુખ્યમંત્રી ગાંધીનગર જવા રવાના થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech