શારદાપીઠાધીશ્ર્વર પૂ.જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદથી ભવ્યાતિભવ્ય પરશુરામ મંદિર બનશે

  • April 15, 2025 10:51 AM 

તા.૫ મેના રોજ જગતગુ‚ શંકરાચાર્યજીના હસ્તે ભૂમિપૂજન કરાશે: ૬ હજાર ફુટમાં બાંધકામ થશે: શીખરની ઉંચાઇ ૬૫ ફુટ રહેશે: શંકરાચાર્યજીનો આશ્રમ અને તબકકાવાઇસ હોસ્પીટલ, કન્યા છાત્રાલય અને કોલેજ સ્પોર્ટસ સંકુલ બનાવાશે


શારદા પીઠાધિશ્વર પૂ.જગતગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ અને નેજા હેઠળ ચાલતા બ્રહ્મ એજયુકેશન ઍન્ડ શોસ્યલ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ વિશાળ જગ્યામાં જામનગરના દરેડ ખાતે સનાતન ધર્મ તથા બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામનું ભવ્યાતિ ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે આગામી તા.૫ મે ના રોજ અનંત શ્રી વિભૂષીત સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના કરકમલોથી મંદિરનું ભૂમીપૂજન કરવામાં આવશે. આ સંકુલમાં શંકરાચાર્યજીનો આશ્રમ, હોસ્પિટલ અને ક્ધ્યા છાત્રાલય તેમજ કોલેજ સ્પોર્ટસ સંકુલ બનાવવામાં આવશે તેમ સંસ્થાના ટ્રસ્ટી ગુણવંતભાઇ ભટ્ટે પત્રકાર પરીષદમાં માહિતી આપી હતી. 



આ આયોજનના પ્રથમ સોપાનમાં ભગવાન પરશુરામના  જન્મ સ્થળ જે મધ્ય પ્રદેશમાં ઇન્દોરની બાજુમાં આવેલ જાનાપાઉં ગામમાં આશ્રમ આવેલ છે ત્યાંથી રજ (માટી) જામનગરના શાસ્ત્રી વિરલભાઈ નાકર અને જયેશભાઈ ગોપીયાણી અને તેની ટીમ શાસ્ત્રોક્ત વિધિથી લઈ આવેલ તે માટીની ઈંટો બનાવવામાં આવેલ છે તે પવિત્ર શીલા પૂજનનો કાર્યક્ર્મ તક્ષશીલા સંકુલમાં યોજવામાં આવેલ હતો.



આ શીલા પૂજન કરેલ શીલાઓ તા. ૫/૫/ ૨૦૨૫ સોમવારના રોજ નિર્માણ થનાર મંદિરમાં શિલાન્યાસ માં વાપરવામાં આવશે તેવું આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યક્રમમાં જામનગરના જ્ઞાતિના તથા ઘટક સંસ્થાના પ્રમુખઓ, મંત્રીઓ હોદ્દેદારો, બ્રહ્મસમાજના આગેવાનો-જ્ઞાતિજનો હાજર રહેલ હતાં, આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત મહેમાન તરીકે મોરબીથી સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના ટ્રસ્ટી મંડળના પ્રમુખ અનિલભાઈ મહેતા, જી.જી. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના વડા ડો. વિજયભાઈ સાતા, જાણીતા ઓર્થોપેડિક સર્જન ડો. દેવાંશુભાઈ શુક્લ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતાં.  



આ શીલા પુજન શાસ્ત્રોત વિધિથી શાસ્ત્રી મહેશભાઈ રિશ્તા તેમજ તેમની ટીમ દ્વારા નિઃશુલ્ક કરાવવામાં આવેલ હતી, દરેડમાં તક્ષશિલા પરિસરમાં જે ભવ્યાતી ભવ્ય પરશુરામ ધામ આકાર લઈ રહ્યું છે તે મંદિરની શિખરની ઊંચાઈ ૬૫ ફૂટ રાખવાની થશે સાથે ૬૦૦૦ ફુટ બાંધકામ કરવામાં આવશે, આ ઉપરાંત પૂજ્ય જગતગુરુ શંકરાચાર્યજીનો આશ્રમ સાથે ઓડિટોરિયમ સાથે તબક્કા વાર હોસ્પિટલ કન્યા છાત્રાલય કોલેજ સ્પોર્ટ સંકુલ બનાવવાનુ પણ આયોજન છે. આ મંદિરનું ભૂમિ પૂજન તારીખ ૫-૫-૨૦૨૫ સોમવારે સવારે અનંત શ્રી વિભૂષિત પૂજ્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના કર-કમલોથી કરવામાં આવશે.



આ કાર્યક્રમને સફળ બનાવવા પરશુરામ ધામ તક્ષશિલા પરિવારના ગુણવંતભાઇ ભટ્ટ, અજયભાઈ જાની, ગૌરવભાઈ વ્યાસ, પ્રજ્ઞેશભાઇ ભટ્ટ, એન.ડી. ત્રિવેદી, સતિષભાઈ જોશી, શાસ્ત્રી વિરલભાઈ નાકર, કિર્તીભાઇ કલ્યાણી, મનીષભાઇ રાવલ, કમલેશભાઇ પંડયા, જયેશભાઇ ગોપિયાણી, નરેન્દ્રભાઇ દવે, ભરતભાઇ જોષી, ઉત્પલભાઇ દવે, ચીરાગભાઇ પંડ્યા, સુનીલભાઈ ખેતીયા, નીલેશભાઈ આચાર્ય, ભરતભાઈ પંડ્યા, બીપીનભાઈ અબોટી, ઋત્વિક ત્રિવેદી, ઋષિ દવે, કોર્પોરેટર તૃપ્તિબેન ખેતિયા, નીશાબેન પુંજાણી, કૃપાલીબેન રાવલ, પ્રીતિબેન ઓઝા, ક્રિષ્નાબેન દવે, વિપુલાબેન કપટા, દેવીકાબેન ઠાકર, દક્ષાબેન ભટ્ટ, શિલ્પાબેન પંડ્યા, ભાવનાબેન ઓઝા, ભાવનાબેન જોષી, દિપાબેન ત્રિવેદી, ધર્મિષ્ઠાબેન રાવલ, ડીમ્પલબેન મહેતા, મનીષાબેન મહેતા તેમજ તક્ષશિલા પરિવારના ભાઈઓ-બહેનોએ જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application