જાખરની સીમમાં યુવતીની હત્યામાં પ્રેમી પકડાયો

  • May 20, 2021 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બંને વચ્ચે ઝઘડો થતાં ગુનાને અંજામ આપ્યો: મીઠાપુરના સખસની કોવીડ માટે તજવીજ

જાખરની સીમમાં નર્સિંગનો અભ્યાસ કરતી યુવતીની હત્યા કરેલી લાશ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી.આ દરમિયાન પોલીસે મરનારની ઓળખ મેળવીને ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે મીઠાપુરના સખસની ધરપકડ કરીને પૂછપરછ કરતા પ્રેમ સંબંધ હોય અને લગન બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં ગુનાને અંજામ આપ્યાની પ્રાથમિક કબુલાત આપી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ગત તારીખ 14/ 5/ 21ના રોજ રાત્રીના સમયે મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં એક અજાણી સ્ત્રીની લાશ અવાવરું જગ્યામાં પડેલ હોવાની જાણ થતા આ અંગે તાકીદે તપાસ કરતા હત્યાનો બનાવ હોવાનું સામે આવ્યું હતું. મેઘપર પોલીસ સ્ટેશનમાં આઈપીસી ૩૦૨ મુજબ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ પીએસઆઇ સિસોદિયા દ્વારા આગળ વધારવામાં આવી હતી.

ગુનાની ગંભીરતા પારખીને જામનગર એસપી દીપન ભદ્રન દ્વારા જામનગર એલસીબી, એસઓજી, મેઘપર, લાલપુર, સિક્કા, પંચકોશી બી પોલીસને જાણ કરી અલગ અલગ ટીમો બનાવીને ગુનો ડિટેક્ટ કરવા સૂચના આપી હતી તેમજ નાયબ પોલીસ અધિક્ષક કુણાલ દેસાઈ દ્વારા માર્ગદર્શન આપીને અલગ-અલગ સોશિયલ મીડિયામાં, પેપરમાં મરણ જનારની તસવીરો પ્રસિદ્ધ કરવામાં આવેલ અને ઓળખ મેળવવા માટે પ્રયત્નો આદર્યા હતા.

તેમના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ ચૌધરી, પીએસઆઇ ગોહિલ, પીએસઆઇ દેવમુરારી, પીએસઆઇ વિછી, મેઘપરના પીએસઆઇ સિસોદિયા તેમજ લાલપુર પીએસઆઇ વાઢેર, સિક્કાના પીએસઆઇ પરમારની આગેવાની હેઠળ અલગ અલગ ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજ અને ટેકનોલોજીની મદદ લઈને ગુનો ઉકેલવા માટે તપાસનો ધમધમાટ આદર્યો હતો.

દરમિયાનમાં મરણ જનાર સ્ત્રી સીમાબેન કાનાભાઈ પાંડાવદરા રે. કલ્યાણપુર તાલુકાના સુર્યાવદર ગામના વતની હોવાનું અને હાલ સ્વામિનારાયણ હોસ્પિટલ જામનગર નજીક ખાતે નર્સિંગ સ્ટાફ નોકરી કરતા હોવાની વિગતો તપાસમાં ખુલવા પામી હતી.

જેથી મરણ જનાર સીમાબેન સાથેના સંપર્કો શોધવા આગળ તપાસ કરતા મરણ જનાર સાથે વધુ સંપર્કમાં નાગેશ ઉર્ફે નક્સ મનુ વેગડા રે મીઠાપુર વાળો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આ શખ્સે ગુનાને અંજામ આપ્યાની શંકાના આધારે મેધપર પોલીસ દ્વારા તપાસ અર્થે મીઠાપુર ખાતે જઈને ત્યાં સ્થાનિક પોલીસની મદદ લઇ ચોક્કસ બાતમીના આધારે નાગેશ ઉર્ફે નક્ષ મનુ વેગડાને સુરજકરાડી રોડ પર રોકીને પકડી લીધો હતો.

ગુના સંબંધે યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતાં પોતે ભાંગી પડયો હતો અને પોતે મરણ જનાર સીમાબેન ના ભાઈનો સાળો થતો હોય અને છેલ્લા દોઢેક વર્ષથી મરણ જનાર સાથે પ્રેમ સંબંધમાં હોય અને લગ્ન કરવા માંગતો હતો. દરમિયાન મરનાર બીજા વ્યક્તિ સાથે વાત કરતી હોય જે અંગે બંને વચ્ચે ઝઘડો થતાં તેનું મનદુખ રાખી ગુનાને અંજામ આપ્યાની કબૂલાત કરી હતી.

પોલીસ દ્વારા આરોપી પ્રેમીને અટકમા લઈને કોવિડ રિપોર્ટ કરાવવા માટેની તજવીજ હાથ ધરી હતી આમ જામનગર પોલીસે વધુ એક વાર ગણતરીની કલાકોમાં અનડિટેક્ટ મર્ડરનો ભેદ ઉકેલી નાખ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)