મોવિયામાં પ્રેમ લગ્ન કરનાર દંપતીને દોરડાથી બાંધી પાઈપથી માર માર્યો

  • June 03, 2024 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલ કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામે રહેતો મૂળ ગોંડલના મોવિયા ગામના વતની પટેલ યુવાને ગામમાં જ રહેતી કોળી યુવતી સાથે પ્રેમલ કર્યા હતા. બાદમાં બંને ગામ છોડી જતા રહ્યા હતા. દરમિયાન ગઈકાલે પતિ–પત્ની બંને અહીં ગામમાં આવતા યુવતીના કાકા સહિતના પરિવારજનોએ યુવાનને દોરડાથી બાંધી પાઇપ વડે મારમાર્યેા હતો.યુવાનની પત્ની સાથે પણ મારકૂટ કરી હતી. હત્પમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે મોવિયામાં રહેતા ચાર શખસો સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ મોવિયાનો વતની અને હાલ રામોદ ગામે રહેતા રાજેશ ઉર્ફે લાલો ચકુભાઈ ગાજીપરા (ઉ.વ ૩૬) નામના યુવાને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોવિયામાં જ રહેતા અરવિંદ પોપટભાઈ ગોહેલ, સાગર મોહનભાઈ, હંસરાજ ભીખાભાઈ ગોહેલ અને ટીના હંસરાજભાઈ ગોહેલના નામ આપ્યા છે.



યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે કડિયા કામ કરી પરિવારનું ગુજરાત ચલાવે છે સાત વર્ષ પૂર્વે તેના લ ખજુરી ગામે રહેતી યુવતી સાથે થયા હતા. પરંતુ બંને વચ્ચે અણબનાવ થતા પાંચેક વર્ષ પૂર્વે બંને અલગ થઈ ગયા હતા. છેલ્લા બે વર્ષથી તેને મોવિયા ગામે જ રહેતી પા રસિકભાઈ ગોહેલ સાથે પ્રેમ થતા બંને મૈત્રી કરાર કર્યેા હતો. બાદમાં ગત તા. ૨૫૨૦૨૪ ના બગસરાના આદિપુર ખાતે બંને ભાગીને લ કરી લીધા હતા. ત્યારબાદ અહીં ગામમાં કોઈ માથાકૂટ ન થાય માટે યુવાન રામોદ ખાતે બહેનના ઘરે રહેલા ચાલ્યો ગયો હતો. દરમિયાન ગઈકાલે સાંજના સાત એક વાગ્યે પતિ–પત્ની  બંને અહીં ગામમાં આવતા યુવતીના કાકા અરવિંદ ગોહેલ સામેથી છોટાહાથી જેવું વાહન લઈને આવતા હોય તેણે બંનેને રોકયા હતા અને કહેવા લાગ્યા હતા કે, તમે અમારી જિંદગી ખરાબ કરી નાખી, અમને અમારા સમાજમાં બેસવા જેવા રહેવા દીધા નથી. તેમ કહી ગાળો બોલવા લાગ્યા હતા રાજેશ ઉર્ફે લાલો સમજાવા જતા આ અરવિંદભાઈએ ઉશ્કેરાઇ છોટા હાથીમાંથી પાઇપ કાઢી હત્પમલો કરી દીધો હતો દરમિયાન અરવિંદનો ભત્રીજો સાગર અહીં દોરડું લઈને આવી પહોંચ્યો હતો અને તેણે પણ યુવાનને મારમાર્યેા હતો તથા તેની પત્ની સાથે પણ મારકૂટ કરી હતી.બાદમાં હંસરાજ અને ટીના પણ અહીં આવી ગયા હતા અને તેણે પણ મારકૂટ કરી હતી. દરમિયાન અહીં લોકો એકત્ર થતાં યુવાનને અહીં જૂના ઝાપા પાસે લઈ જઈ દોરડાથી બાંધી પાઇપ વડે બેફા મારમારી અર્ધ બેભાન કરી દીધો હતો. બાદમાં આ શખસો અહીંથી ચાલ્યા ગયા હતા.
હત્પમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ તેણે આ ફરિયાદ નોંધાવતા યુવાનની ફરિયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે ચારે આરોપીઓ સામે આઇપીસીની કલમ ૩૨૪, ૩૨૩, ૩૪૧, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ અને જીપીએકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.આર.સોલંકી ચલાવી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application