પોરબંદરમાં મહિલા અગ્રણીના જન્મદિવસ નિમિત્તે મુંગાજીવોથી માંડીને વૃદ્ધો અને બાળકો માટે વિવિધ સેવાકાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતંર તે ઉપરાંત વૃક્ષારોપણ જેવા પર્યાવરણીય કાર્યક્રમો પણ યોજાયા હતા.
જેમાં ઇન્દ્રેશ્ર્વર મહાદેવ મંદિરે ગૌધનને નિરણ તથા પક્ષીઓને ચણ, કીડીયારું પુરવું, સમુદ્રની માછલીઓને લોટની ગોળીઓ, શ્રી માહી ગૃપ ઓફ પોરબંદરનાં જન્માષ્ટમી પ્રસંગે રાહતદરે મિષ્ટાન્નના ઉદઘાટન પ્રસંગે મુલાકાત તથા અનુદાનઆપ્યું હતુ,શ્રી જલારામ રઘુવંશી વાત્સલ્ય ધામ છાંયા ખાતેના વડીલોને મિષ્ટાન્ન-ફરસાણ સાથે ભોજન વિતરણ કરવામાં આવ્યુ હતુ. રસિકભાઈ રોટલાવાળા માતૃછાયા શાળા, જી.આઇ.ડી.સી. વિસ્તારનાં બાળકોને ભોજન,સદભાવના ટ્રસ્ટ રેડક્રોસ સોસાયટી પોરબંદર માટે ત્રણ વૃક્ષો માટે અનુદાન તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.શ્રી દેસાઈ નાનજી ગોકુલજી સ્ટેટ લાયબ્રેરી પોરબંદરને જન્મદિવસ પ્રસંગે અનુદાન આપવામાં આવ્યુ હતુ.આ રીતે દુર્ગાબેન રાજાભાઈ લાદીવાલા દ્વારા યોજાયેલા કાર્યક્રમોમાં લાયન્સ કલબ પોરબંદરના પ્રમુખ ઋષિતાબા પરમાર, લાયન્સ કલબના ઝોન-૫ ના રીજીયન ચેરપર્સન નિધીબેન શાહ -મોઢવાડીયા, સેક્રેટરી લાયન હરદતભાઈ ગોસ્વામી, લાયન ડો. સુરેશભાઈ ગાંધી, વાઈસ પ્રેસીડેન્ટ લાયન કેતનભાઈ હિંડોચા તથા કિશનભાઇ મલકાણ, લાયન પુર્વ પ્રમુખ તેજસભાઇ એમ. લાખાણી, ડો.ભરતભાઈ ગઢવી,જયભાઈ-રસનાબેન લાદીવાલા પરિવાર, કમલભાઈ ગોસલીયા, ચાંદનીબેન જે. રાયઠ્ઠઠા, દર્શનાબેન ડી. મોનાણી, જીજ્ઞાબેન બી. તન્ના, અલ્પાબેન એચ. અમલાણી વગેરેની હાજરી બધા જ પ્રોજેક્ટનાં આયોજનમાં સોનામાં સુગંધ ભળે તેવી બની રહી, જો કે બધા જ લાયન મેમ્બર્સ, બધા જ આપ્તજન સમા પોરબંદરથી શ કરી ગ્લોબલ લેવલના બધા જ સગાં-સંબંધીઓએ આ પ્રસંગને પોતાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવીને દીપાવ્યો છે, જે મારા માટે હરહંમેશ અવિસ્મરણીય બની રહેશે.આમ તો દુર્ગાબેન આર. લાદીવાલા દ્વારા આખા વર્ષ દરમ્યાન અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ યોજવામાં આવી જ રહી હોય છે જ, પરંતુ પરમ કૃપાળુ પરમાત્મા એ આ વખતે કાંઈક વિશેષ પ્રેરણા આપી આ પ્રસંગને એક અવસર બનાવી દીધો અને તે માટે પરમ કૃપાળુ પરમાત્મા તેમજ સૌ કોઈ પ્રત્યે ઋણ સ્વીકારની લાગણી વ્યક્ત કરવાની તક પણ કઈ રીતે ચૂકી શકાય?અને સાથે -સાથે આ બધા સેવાકીય કાર્યક્રમ માટે સહકાર આપનાર સંસ્થાઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech