પોરબંદરને રૂડું રૂપાળું બનાવવા માટે તંત્ર દ્વારા હાથ ધરાયા ભરપૂર પ્રયત્નો

  • September 19, 2024 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર શહેરનેરૂડું રૂપાળું  બનાવવા માટે ઠેર-ઠેર સફાઈ અભિયાન યોજવામાં આવી રહ્યા છે. 
ભારત સરકાર દ્વારા ‘સ્વરછતા હી સેવા’ અંતર્ગત પોરબંદર છાંયા નગરપાલિકા ના સેનિટેશન ચેરમેન લાખાભાઇ ભોજાભાઇ ખુંટી તેમજ પુર્વ પ્રમુખ ભોજાભાઈ કાનાભાઈ ખુંટી એ સફાઈ અભિયાન ઝુંબેશ શ‚ કરવામાં આવી હતી જેમાં  સ્ટેશન રોડ તેમજ રામકૃષ્ણ મિશન વારી ગલી તેમજ આજુબાજુના વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત પોરબંદર વિસ્તાર ના તમામ વોર્ડ ની મુલાકાત કરેલ જેમકે વોર્ડ નંબર ૧૩ તેમજ વોર્ડ નંબર ૬ નાં શિતલાચોક થી ખારવાવાડ વિસ્તાર તેમજ વોર્ડ નંબર -૯ ના વાડીપ્લોટ વિસ્તાર વોર્ડ નંબર ૧૦ છાંયાચોકીથી કમલાબાગ વિસ્તાર વોર્ડ નંબર-૪નાં કડીયા પ્લોટ વિસ્તાર તેમજ એમ. જી. રોડ, એસ. વી. પી. રોડ વગેરે વિસ્તાર ની મુલાકાત કરી સફાઈ અંગેનુ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જ‚ર જણાય ત્યાં તાત્કાલિક ધોરણે કામગીરી કરાવી હતી તેમજ વોર્ડ નંબર ૪ કડીયા પ્લોટ વિસ્તાર ની હાજરી ચેકીગ કરવામાં આવી હતી વોર્ડ નંબર ૧૩ ની મુલાકાત કરેલ તેમજ વરસાદી પાણી ઓસરતા રણ વિસ્તાર ની મુલાકાત કરી સફાઈ અભિયાન હાથ ધર્યું છે જેમાં હાજર સેનિટેશન ચેરમેન લાખાભાઇ ભોજાભાઇ ખુંટી તેમજ પુર્વ પ્રમુખ ભોજાભાઈ કાનાભાઈ ખુંટી તેમજ હેલ્થ ઓફિસર જગદીશભાઈ ઢાંકી તેમજ વિનુ બાપુ હાજર રહ્યા હતા માણેકચોક શાક માર્કેટ ની મુલાકાત કરેલ સફાઈ અંગેનું નિરિક્ષણ કર્યું હતું. વોર્ડ નંબર ૬ ના ભાવનાડેરી તેમજ શિતલાચોક થી ખારવાવાડ વિસ્તાર ની મુલાકાત કરેલ તેમજ સફાઈ કામગીરીનું નિરિક્ષણ કરેલ અને જ‚રી સૂચનો આપ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application