રાજકોટથી ઉડાન ભરતી ૧૧ ફલાઈટમાં રોજ વપરાય છે ૭૦,૦૦૦ લીટર ફયુઅલ

  • October 03, 2023 04:16 PM 


રોડ પર ચાલતા વાહનો માં કેટલું પેટ્રોલ કે ડીઝલ વપરાય છે એ આપણ ને ખબર હોય છે જેનો આંકડો પણ મળી રહે છે યારે આભમાં ઉડાન લગાવતી ફલાઇટ માં કેટલા ઈંધણ નો ઉપયોગ થાય છે એ ખ્યાલ છે ? તો તેની માહિતી આજે આજકાલ ના ખાસ અહેવાલમાં મળશે.રાજકોટ થી નિયમિત એટલે કે ડેઇલી ૧૧ જેટલી લાઈટની અવર જવર રહે છે જેમાં દરરોજ રાજકોટ એરપોર્ટ પરથી ૭૦,૦૦૦ લિટરથી વધુ યુઅલ ની ડિમાન્ડ રહે છે. યારે દર મહિને ૨૦ લાખ લીટર ઈંધણ નો વપરાશ રહે છે.


જુના એરપોર્ટ પર રનવે ૧.૫ કી. મી.ની આસપાસ નાનો હોવાથી દરરોજ ૭૦૦૦૦ લીટર ની માંગ રહેતી હતી જેની સામે હવે રાજકોટના નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ૩૦૪૦ મીટર (૩.૦૪ કિલોમીટર) નો હોવાથી ઈંધણની ખપત પણ વધી જશે.રાજકોટ માં એરબસ ૩૨૦ અને એ.ટી.આર ટાઈપ ના વિમાન ઉડે છે જેની ૨૦ હજાર લીટર કેપેસિટી છે. રાજકોટ થી યારે કોઈપણ વિમાન માં યુઅલ ભરવામાં આવે છે ત્યારે જે તે શહેરની બાજુમાં આવેલા બે એરપોર્ટને ધ્યાનમાં લઈને ઈંધણ ભરવામાં આવતું હોય છે, જેમકે બેંગ્લોરની નજીક મેંગલોર અથવા તો મુંબઈની નજીક પુને અથવા તો સુરત.. જેની પાછળનું મુખ્ય કારણ એવું છે કે, જો સમયસર લાઇટનું લેન્ડિંગ ન થયું અને હવામાં ચક્કર લગાવવા પડા કે કોઈ બીજી ખામી સર્જાઈ તો નજીકના યુઅલ સ્ટેશનને ધ્યાને રાખીને ઈંધણ ભરવામાં આવતું
હોય છે.


રાજકોટમાં હાલમાં બે યુઅલ સ્ટેશન છે જેમાં એક આઈ.ઓ.સી અને બીજો રિલાયન્સ. જુના એરપોર્ટ પર બંનેના ટેન્ક ની સુવિધા ઉપલબ્ધ હતી અત્યારે નવા એરપોર્ટ પર ટેન્કર દ્રારા યુઅલ લાઈટ સુધી પહોંચાડવામાં આવે છે. નવા એરપોર્ટ પર આ બંને કંપનીના ટેન્ક બનવાની કામગીરી ચાલી રહી છે. રિલાયન્સ યુઅલ સ્ટેશન દ્રારા નવા એરપોર્ટ પર ૬૬૦૦૦ લિટર નો ટેન્ક બની રહ્યો છે તેવું તેમના સ્ટેશન મેનેજર અમરદીપ સિંહ જાડેજા એ જણાવ્યું હતું.યારે આઈ ઓ સી દ્રારા ૨.૧૦ લાખ લીટર ની ક્ષમતા ધરાવતો ટેન્ક બનશે.ભારતમાં ઈન્ડિયન ઓઈલ વિમાન સેવા મુખ્ય ઈંધણ કંપની છે. જે આંતરરાષ્ટ્ર્રી અને રાષ્ટ્ર્રીય વિમાન કંપનીઓને જેટ ઈંધણની સપ્લાય કરે છે. વિમાનોમાં તેના એન્જિનના પ્રકારના આધારે નક્કી થાય છે કે તેમાં કયા પ્રકારના ઈંધણનો ઉપયોગ થશે. કમર્શિયલ વિમાનો અને યુદ્ધ વિમાનોમાં ઉપયોગ થનાં ઈંધણ કેરોસિન આધારિત હોય છે. તેમાં સંપૂર્ણ રીતે શુદ્ધ કેરોસિનનો ઉપયોગ કરવામાં આવે છે. તે સિવાય ક્રૂડ એડિટિવ્સનો ઉપયોગ થાય છે. આ એડિટિવ્સ ઓકિસડેન્ટસ, એન્ટીફ્રીઝ, હાઈડ્રોકાર્બન વગેરેનો ઉપયોગ થાય છે.


સામાન્ય રીતે આ વિમાનોમાં બે પ્રકારના ઈંધણનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઈંધણ જેટ ઈંધણ અને એવિગેસ હોય છે. જેટ ઈંધણને જેટ એન્જિનને પાવર કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. યારે એવિગેસનો ઉપયોગ નાના ટર્બેાપ્રોપ વિમાનોમાં એન્જિન પિસ્ટનને ડ્રાઈવ કરવા માટે કરવામાં આવે છે. આ પિસ્ટન જ વિમાનોને હવામાં ઉડાન ભરવામાં પ્રોપેલર્સની મદદ કરે છે.જેટ ઈંધણ આ કેરોસિનના આધારે તૈયાર થનાં રંગહીન ઈંધણ હોય છે. ટર્બાઈન એન્જિનવાળા વિમાનોમાં આ પ્રકારના ઈંધણનો ઉપયોગ થાય છે. જેટ ઈંધણના બે પ્રકાર છે. તેને જેટ– અને જેટ–૧ કહેવામાં આવે છે.


એવિગેસ
તેને એવિએશન ગેસોલિન કહેવામાં આવે છે. આ ઈંધણનો ઉપયોગ પિસ્ટન–એન્જિનવાળા નાના વિમાનોમાં થાય છે. સામાન્ય રીતે આ પ્રકારના વિમાનોનો ઉપયોગ લાઈંગ કલબ, લાઈટ ટ્રેનિંગ જેટસ અને પ્રાઈવેટ પાયલટ દ્રારા કરવામાં આવે છે. એવિગેસ એકમાત્ર એવું વિમાન ઈંધણ છે જેમાં ટેટ્રાઈથાઈલ લેડ એડિટિવનો ઉપયોગ થાય છે. તેમાં વિમાનોના એન્જિનમાં કોઈપણ પ્રકારના વિસ્ફોટ થવા કે એન્જિન ફેલ થતું રોકવામાં મદદ મળે છે.

રાજકોટ થી ઉડાન ભરતી કઈ ફલાઈટમાં કેટલું ફયુઅલ?
૧. રાજકોટથી બેંગ્લોર ૧૨ હજાર લીટર
૨. રાજકોટથી દિલ્હી ૧૨ હજાર લીટર
૩. રાજકોટથી મુંબઈ ૦૮ હજાર લીટર
૪. રાજકોટથી ગોવા ૦૭ હજાર લીટર
૫. રાજકોટથી સુરત ૨૫૦ લીટર
(નોંધ: રાજકોટથી મુંબઈ અને દિલ્હી ની ૩ ફલાઇટ દરરોજ ઉડાન ભરે છે.)


૧ મિનિટ માં ૧૦૦૦ લીટર ઈંધણ ભરાય છે

લાઈટના ટેકઓફ થવા પહેલા યુઅલ માટેની કામગીરી કરવામાં આવતી હોય છે જેમાં એક લાઈટમાં રાજકોટ ખાતે એક મિનિટમાં ૧,૦૦૦ લીટર ઈંધણ ભરાતું હોય છે અને આ કામગીરી ૩૦ મિનિટ ચાલતી હોય છે. એરપોર્ટ પર ઈંધણના ટેન્કર દ્રારા ટેકનોલોજી થી સ ટીમ દ્રારા ઈંધણ ભરવાનું કામ કરવામાં આવે છે જેના માટે એક ટીમ સ્ટેન્ડ ટુ રાખવામાં આવતી હોય છે.


ગુજરાતમાં વિમાની ઈંધણ સૌથી સસ્તું

દેશના અન્ય રાયોની સરખામણીમાં ગુજરાતમાં વિમાની ઈંધણ સૌથી સસ્તું હોવાથી રાજકોટમાં આવતી તમામ લાઈટમાં વધુ રાજકોટ થી યુઅલ કરવામાં આવે છે. જેના માટેનું કારણ જણાવતાં ઓઇલ કંપનીના અધિકારી જણાવે છે કે ગુજરાતમાં આ ઈંધણ ઉપર વેટ લગાવવામાં આવતો નથી જેના લીધે અન્ય શહેરોની સરખામણીમાં અહીં યુઅલ નો ભાવ તફાવત આવતો હોવાથી ઈંધણ સંગ્રહ માટે ની વધુ ક્ષમતા ધરાવતા એરક્રાટ મુંબઈ અને દિલ્હીની લાઈટ વધુ ઈંધણ ધરાવે છે.


જો ફયુઅલમાં જરાક ભૂલ રહી જાય તો દુર્ઘટનાની ભીતિ
રોડ રસ્તા પર દોડતા વાહનો માટે પેટ્રોલ પપં પર જે રીતે પેટ્રોલ પુરવામાં આવે છે તેનાથી અલગ જ રીતે વિમાનોમાં ઈંધણ ભરવામાં આવે છે.યુઅલ માટે ખાસ પ્રકારની તાલીમ લેવામાં આવતી હોય છે અને ત્યારબાદ જ તેઓ આ કામગીરીમાં જોડાઈ શકે છે. ઈંધણ ભરતી વખતે જો પાણી કે કચરો રહી જાય તો એન્જિનમાં ખામી સર્જાઈ શકે અને ઉડાન વખતે અકસ્માત થવાની પણ ભીતિ સર્જાતી હોય છે આથી યારે યુલ ભરવામાં આવે છે ત્યારે ખૂબ ઝીણવટ અને સાવધાનીથી આ કામ કરવામાં આવે છે. ઈંધણ ભરતી વખતે જે તે કંપનીને આયેટા ના માપદંડો ને પણ ધ્યાનમાં લેવાના હોય છે અત્યારે નવી ટેકનોલોજીના લીધે જો પાણી કે કચરાનો થોડો પણ ભાગ રહી ગયો હોય તો ઈન્ડિગેશન આવી જાય છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application