લગ્નમાં મળેલી ભેટની યાદી અને તેના પર વર–કન્યાની સહી જરૂરી

  • May 16, 2024 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અલાહાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર પાસેથી લમાં મળેલી ભેટો પર નિયમો બનાવવા અંગે એફિડેવિટ માંગી છે. કોર્ટનું કહેવું છે કે આવું કરવાથી દહેજના કેસમાં મદદ મળશે. અલ્હાબાદ હાઈકોર્ટે એક અવલોકન કયુ છે કે લમાં મળેલી ભેટની યાદી બનાવવી જોઈએ અને તેના પર વર અને કન્યા બંનેના હસ્તાક્ષર પણ જરી છે. આમ કરવાથી લ પછી થતા વિવાદો અને મામલાઓમાં મદદ મળશે. અંકિત સિંહ અને અન્ય કેસમાં ૪૮૨ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજરના કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ મહત્વપૂર્ણ સલાહ આપી છે. હાઈકોર્ટે ૨૩મી મેના રોજ સુનાવણી માટે મુલતવી રાખતા સરકાર પાસેથી એફિડેવિટ માંગી છે કે શું રાય સરકારે દહેજ નિષેધ કાયદાના નિયમ ૧૦ હેઠળ કોઈ નિયમ બનાવ્યો છે કે કેમ.દહેજ નિષેધ અધિનિયમ, ૧૯૮૫ને ટાંકીને કોર્ટે કહ્યું કે આ કાયદામાં એવો નિયમ છે કે વર–કન્યાને મળેલી ભેટની યાદી પણ બનાવવી જોઈએ. તેનાથી સ્પષ્ટ્ર થશે કે તે લોકોને શું મળ્યું હતું. આ સિવાય કોર્ટે કહ્યું કે લ દરમિયાન મળેલી ભેટને દહેજના દાયરામાં રાખી શકાય નહીં

ભેટ અને દહેજમાં તફાવત
જસ્ટિસ વિક્રમ ડી. ચૌહાણની ખંડપીઠે પૂછયું કે દહેજની માંગના આરોપો લગાવનારા લોકો તેમની અરજી સાથે આવી યાદી કેમ રજૂ કરતા નથી. તેમણે કહ્યું કે દહેજ નિષેધ અધિનિયમને તેની સંપૂર્ણ ભાવનાથી અનુસરવામાં આવે તે જરી છે.ભેટ અને દહેજમાં તફાવત છે. કોર્ટે કહ્યું કે આ નિયમ દહેજ અને ભેટ વચ્ચેનો તફાવત સમજાવે છે. લ દરમિયાન છોકરા અને છોકરીને મળેલી ભેટને દહેજમાં સમાવી શકાતી નથી. કોર્ટે કહ્યું કે ઘટનાસ્થળેથી મળેલી તમામ વસ્તુઓની યાદી તૈયાર કરવી વધુ સારી સ્થિતિ હશે. તેના પર કન્યા અને વરરાજા બંનેની સહી હોવી જોઈએ. આ ભવિષ્યમાં બિનજરી આરોપોને અટકાવશે.

અધિકારીઓને પણ તૈનાત કરવા જોઈએ
કોર્ટે કહ્યું, 'દહેજ નિષેધ કાયદો, ૧૯૮૫ એ ભાવનાથી કેન્દ્ર સરકાર દ્રારા બનાવવામાં આવ્યો હતો કે ભારતમાં લોમાં ભેટ આપવાનો રિવાજ છે. ભારતની પરંપરાને ધ્યાનમાં રાખીને ભેટ અલગ રાખવામાં આવી છે. આ જ કારણ છે કે યારે યાદી બનાવવામાં આવશે તો બિનજરી આરોપોથી બચી શકાશે. ઘણીવાર લ પછી વિવાદ થાય ત્યારે આવા આક્ષેપો કરવામાં આવે છે.ન્યાયાધીશે કહ્યું કે આ નિયમ મુજબ દહેજ પ્રતિબંધક અધિકારીઓને પણ તૈનાત કરવા જોઈએ. પરંતુ આજદિન સુધી આવા અધિકારીઓને લમાં મોકલવામાં આવ્યા નથી. રાય સરકારે ખુલાસો કરવો જોઈએ કે તેણે આવું કેમ ન કયુ, યારે દહેજની ફરિયાદો સાથે સંબંધિત કેસ વધી રહ્યા છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application