ભારતમાં કેન્દ્ર સરકાર અને રાય સરકાર વચ્ચે મહેસુલની વહેંચણી અંગેની ભલામણો કરવા માટે ૧૬મું નાણાપચં કાર્યરત છે.જે
૧ એપ્રિલ ૨૦૨૬થી શ થતા પાંચ વર્ષના સમયગાળાને આવરી લેશે.ગુજરાતની મુલાકાત દરમિયાન ટીમે સાસણની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન એશિયાટીક સિંહો, ગીરની અન્ય પ્રજાતિઓ તથા આસપાસના વિસ્તારોમાં થતી કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.
૧૬માં નાણાં પંચના અધ્યક્ષ ડો.અરવિંદ પાનાગરિયા અને સભ્યો એની યોર્જ મેથ્યૂ, ડો. મનોજ પંડા અને સૌમ્યકાંતિ ઘોષ સાથે ટીમનાં સભ્યોનુ સાસણ ખાતે જૂનાગઢ જિલ્લ ા કલેકટર અનિલકુમાર રાણાવસીયા અને સાસણ વન વિભાગનાં નાયબ વન સંરક્ષક ડો. રામ મોહને આવકાર્યા હતા.નાણાપંચનાં સભ્યોએ ગીરની આગવી ઓળખ એવા ધમાલનૃત્યને નિહાળી ગીરની સંસ્કૃતિનાં દર્શન કર્યા હતા. ઉપરાંત સાસણ સિંહ સદન ખાતેની મુલાકાત દરમિયાન નાયબ વન સંરક્ષક ડો. રામ મોહન દ્રારા વિશ્વમાં એક માત્ર સાસણમાં જોવા મળતા એશિયાટીક સિંહ તથા સાસણ ગીર અભ્યારણ્યમાં વસવાટ કરતા અન્ય વન્ય પ્રાણીઓ તેમજ પક્ષિઓ વિશે માહિતી મેળવી હતી. અને સાસણ અભ્યારણ્યમાં ફરજ બજાવતા કર્મચારીઓ સાથે વાર્તાલાપ કરી કામગીરી અંગે ચિતાર મેળવ્યો હતો.આ તકે કલેકટર અનિલકુમાર અને મેંદરડા પ્રાંત અધિકારી હિરલ ભાલાળા પાસેથી ગ્રામીણ વિસ્તારની વિવિધ જરિયાતો અને વિકાસના વિવિધ કામ અંગે ઉચિત સંશાધન, પ્રા ફડં અને વિકાસના વિવિધ કામોની પ્રગતિ વિશે માહિતી મેળવી હતી.
નાણાપંચનાં સભ્યોએ ગીરની ઓળખ વનરાજોને વનપ્રદેશમાં વિહરતા નિહાળ્યા હતા અને વન્ય જીવસૃષ્ટ્રીનાં સંવર્ધન માટે વનવિભાગે લીધેલ પગલા અંગે નાયબ વનસંરક્ષક પાસેથી જાણકારી મેળવી સફારી પાર્કની મુલાકાત લીધી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech