ગીરગઢડામાં બે મહિલા ઉપર હુમલો કરનાર ખુંખાર દીપડો પાંજરે પુરાયયો

  • February 03, 2024 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીરગઢડામાં પેટ્રોલ પંપ પાસે રોડ પર આવેલ ઝૂંપડા બાંધીને છેલ્લ ા ઘણા વર્ષોથી વસવાટ કરતા નટ સમાજની એક મહિલા અને અન્ય સમાજની એક મહિલા પર માવનભક્ષી દીપડાએ હુમલો કરનાર ખુંખાર દીપડો આખરે પાંજરામાં કેદ થઈ ગયો હતો. માવનભક્ષી દીપડાએ પાંજરે કેદ થતા આ વિસ્તારના લોકો એ રાહતનો શ્ર્વાસ લીધો હતો.
​​​​​​​
ગીરગઢડામાં રાજુભાઈ પટેલની ખુલ્લ ી જગ્યામાં ખુલ્લ ામાં ઝૂંપડા બાંધીને રહેતા મહિલા પર ચાર દિવસ પહેલા રાત્રીના સમયે માનવભક્ષી દિપડાએ બે મહિલાઓ ઉપર હિંસક હુમલો કરી હાથ, મોઢા અને માથાની ઉપરના ભાગે ઇજા કરી ગંભીર રીતે ઘાયલ કરી દીધી હતી. આ અંગેની પ્રથમ જાણ પોલીસને થતાં ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અર્થે ગીરગઢડા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. 
બાદ વન વિભાગને પણ આ અંગે જાણ કરતા ઘટના સ્થળે પર દોડી ગયા હતા. ઇજાગ્રસ્ત મહિલામાંથી એક મહિલાને વધુ સારવાર અર્થે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ માનવભક્ષી દિપડોને પકડવા વનવિભાગ દ્વારા સ્થળ પર પાંજરા ગોઠવી દેવામાં આવ્યાં હતા. અને આખરે દીપડો પાંજરમાં કેદ થઈ જતાં આ વિસ્તારના લોકો એ રાહતનો શ્વાસ લીધો હતો. માનવભક્ષી દિપડોને પાંજરે પુરી જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application