સિહોર ખાતે કાનૂની માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

  • August 13, 2024 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિહોરતાલુકા કાનૂની સેવા સમિતિ, સિહોર પોલીસ સ્ટેશન તેમજ શ્રીમતી જે.જે મહેતા ગર્લ્સ હાઇસ્કુલ ના સંયુક્ત ઉપક્રમે કાનૂની માહિતી માર્ગદર્શનનું આયોજન થયું હતું.સિહોર તાલુકા કાનૂની સેવા, શહેર પોલીસ તેમજ  જે જે મહેતા ગર્લ્સ હાઈસ્કુલ સિહોર, ખાતે ધોરણ ૧૧ અને ૧૨ ની આશરે ૭૮૪ વિદ્યાર્થીની ઓ તેમજ ૩૫ શિક્ષક સ્ટાફ ની ઉપસ્થિતિ માં પોક્સો,સાયબર ફ્રોડ, ટ્રાફિક, ખાસ વ્યાજખોર અને (ઈઠઙઘ) અંગેની માહિતી,તાલીમ કેમ્પ યોજાયો. આ પ્રસંગે પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.


જેમાં સ્કુલ ના આચાર્ય શ્રી દિલીપભાઈ ડાંગર દ્વારા સ્વાગત સાથે સિહોર પોલિસ ના પી.આઈ.  એ.બી ગોહિલદ્વારા સાયબર, પોકસો,ટ્રાફિક, વ્યાજખોરો તેમજ ,(ઈઠઙઘ) ચિલ્ડ્રન વેલફેર અંગે માહિતી આપી હતી તેમજ ડી.સ્ટાફ હે.કો હિતેશગીરી ગૌસવામી એ કાયદા અંગે તેમજ સાઈબર ક્રાઇમના અધિકારી ગૌતમભાઈ દવે, વિજયભાઈ ભાટવાસિયા , સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ પેરાલીગલ વોલીયન્ટ્સ શ્રી હરીશભાઇ પવાર સ્વાગત કરવામાં આવ્યું હતું.  

સિહોર પોલીસ સ્ટેશન ના પી. આઇ ગોહિલએ સાઇબર ક્રાઇમ અધિકારી હિતેશ ગીરી ગૌસ્વામી એ કાયદાઓ અનેગૌતમભાઈ દવે તથા વિજયભાઈ ભાટવાસિયાએ પોક્સો, સાયબરફોડ, ટ્રાફિક સમસ્યા, ચિલ્ડ્રન વેલ્ફર તેમજ ખાસ વ્યાજખોર અંગેની ખુબજ ઝીણવટપૂર્વક માહિતી આપી હતી.જેમાં ધોરણ ૧૧ અને ૧૨ કુલ ૭૮૪થી વધુ વિધાર્થિનીઓ તેમજ ૩૫ શિક્ષકો સહિત ના ઓને ખુબજ વિસ્તૃત માહિતી માર્ગદર્શન આપેલ અને સાયબર ફ્રોડ અંગે લાઇવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવેલ અને ફ્રોડ થયા અંગે ની માહિતી ૧૯૩૦ માં ડાયલ કરવાથી ગાંધીનગર સાયબર ક્રાઇમ આ અંગે ફરિયાદ રજીસ્ટ્રેશન સહિત નોંધણી સહિત વિગતવાર જે તે નજીક ના પોલીસ સ્ટેશન માં સાયબર ફ્રોડની માહિતી અને નોંધણી સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application