ધ્રોલ નજીક ઈંગ્લીશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો

  • May 06, 2021 10:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાડી ચાલક ફરાર:દારું અને કાર મળી કુલ ૩.૩૬ લાખનો મુદ્દામાલ કબજે

ધ્રોલથી ફલા જતા રોડ પર ઊંડ નદીની કેનાલની બાજુમાં ગઈકાલે પોલીસે બાતમીના આધારે ત્રાટકીને એક કારમાંથી 372 બોટલ શરાબ ની જપ્ત કરી હતી જ્યારે ગાડી ચાલક નાસી છુટતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે દારૂનો જથ્થો અને ગાડી મળીને કુલ ૩.૩૬ લાખનો મુદ્દામાલ કબજે કરીને ગાડી નંબરના આધારે તપાસને આગળ વધારવામાં આવી છે.

ધ્રોલથી ફલા જતા રોડ પર નદીની કેનાલની બાજુમાં લાલ કલરની ફોર્ડ ફીયાસટા ગાડી નંબર જીજે1એચ ક્યુ 3682 ગાડીના ચાલક કે પોતાના કબજામાં ગેરકાયદે રીતે ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખીને નીકળતા પોલીસ દ્વારા આ અંગેની બાતમીના આધારે તપાસ હાથ ધરીને દરોડો પાડતા કારમાંથી અંગ્રેજી દારૂની 372 બોટલ મળી આવી હતી.

પોલીસે શરાબનો જથ્થો અને દોઢ લાખની કિંમતની ગાડી મળીને કુલ ૩.૩૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે નાસી જનાર ગાડીના ચાલક ને ફરાર જાહેર કરી આ અંગે વિધિવત ફરિયાદ નોંધી હતી તેમજ ગાડી નંબરના આધારે પોલીસે તપાસ લંબાવી છે.

જામનગર જિલ્લામાં દારૂ-જુગારની બદી નાબૂદ કરવા જિલ્લા પોલીસ વડા દીપન ભદ્રનની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક કૃણાલ દેસાઈ તથા સીપીઆઈ ના માર્ગદર્શન મુજબ ધ્રોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ. એન

જાડેજા, સ્ટાફના એન એમ ભીમાણી, એમ એચ સોલંકી, વનરાજભાઈ ગઢાદરા, સંજયભાઈ સોલંકી, મયુર સિંહ પરમાર, લાખાભાઈ વિગેરે દ્વારા કામગીરી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જામનગર પંથકના જુદા જુદા વિસ્તારોમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનારા શખ્સોને પકડી પાડવામાં આવી રહ્યા છે ગઈકાલે ધ્રોલ રોડ પર શરાબનો જથ્થો પકડવામાં પોલીસને સફળતા મળી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS