શહેર ના સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કોંગ્રેસની એક બેઠક મળી હતી. આ બેઠક દરમિયાન કચરાના ડસ્ટબિનમાંથી કોંગ્રેસના ખેસ જથ્થો કચરામાં પડેલો મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
આ જથ્થો કોના દ્વારા નાખવામાં આવ્યો છે તે અંગે રહસ્ય અકબંધ રહ્યું હતું જો કે સમગ્ર ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં પણ વાઇરલ થયો હતો. દેશની સૌથી મોટી બીજા નંબરની રાજકીય પાર્ટી ગણાતી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી પણ ચરમસીમાએ પહોંચી ગઈ છે. શહેર સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કોંગ્રેસની એક બેઠક મળી હતી. આ બેઠક દરમિયાન કચરાના ડસ્ટબીનમાં કોંગ્રેસના ખેસનો જથ્થો કચરામાં ફેંકી દીધેલી હાલતમાં મળી આવતા કોંગ્રેસના કાર્યકરોમાં દોડધામ મચી જવા પામી હતી.
ત્યારે આ જથ્થો કોણ ત્યાં નાંખી ગયો તે અંગે રહસ્ય સર્જાયું છે. કોંગ્રેસમાં ચાલતી જૂથબંધી બહાર આવી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સમગ્ર મામલે વીડિયો વાઇરલ થતા ઘટના બહાર આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech