ખંભાળિયામાં કોરોના સંદર્ભે કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

  • June 15, 2021 10:58 AM 

જુદા જુદા વિસ્તારોમાં ઓક્સીમીટર, થર્મલગન વિગેરેનું વિતરણ કરાયું

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે તાજેતરમાં કોરોના સંદર્ભે જરૂરી કીટ વિતરણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ખંભાળિયા સ્થિત જિલ્લા પંચાયત કચેરી ખાતે કોવિડ-19 કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરીયા, ડો. નીરજ ભૂત તેમજ આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત)ના એરીયા મેનેજર હસમુખ પટેલ, ટીમ લીડર ધનેશ્વર પંડ્યા, વેજાણંદ જોગલ પ્રોજેક્ટ મેનેજર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

    આ સંસ્થા દ્વારા જિલ્લાના જુદા જુદા વિસ્તારો માટે 93 પલ્સ ઓક્સીમીટર, 20 થર્મલગન, 400 માસ્ક  સહીતની કોવીડ કીટ જિલ્લા આરોગ્ય અધિકારીને અર્પણ કરવામાં આવી હતી.

    આગાખાન સંસ્થા દ્વારા ખંભાળિયા સહિત જિલ્લામાં અનેકવિધ આરોગ્ય સહિતની સામાજિક પ્રવૃત્તિ કરવામાં આવે છે. હાલ કોરોના મહામારીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદાજુદા ગ્રામ્ય વિસ્તારોમાં પણ સંસ્થા દ્વારા લોકોની સલામતી- સુરક્ષા માટે વિવિધ નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS