BREAKING NEWS

નોર્વેમાં પત્રકારે મોદીને પૂછયું, તમે પ્રશ્નોના જવાબ કેમ આપતા નથી?

  • May 19, 2026 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નોર્વે મુલાકાતનો વીડિયો સામે આવ્યા બાદ દેશમાં રાજકારણ ગરમાયું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહત્પલ ગાંધીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યેા છે, જેમાં વડાપ્રધાન પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.
વીડિયોમાં, એક નોર્વેજીયન પત્રકાર વડાપ્રધાનને પ્રશ્નો પૂછતો જોવા મળે છે, યારે પીએમ મોદી તેને જવાબ આપવાના બદલે ત્યાંથી ચાલતી પકડે છે જે મુદે કોંગ્રેસ અને વિપક્ષે આ ઘટના પર સરકાર પર નિશાન સાધ્યું છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો શેર કરતા રાહત્પલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે લખ્યું છે કે યારે તમારી પાસે છુપાવવા માટે કઈં નથી, તો ડરવાનું કોઈ કારણ નથી. રાહત્પલ ગાંધીએ પ્રશ્ન કર્યેા છે કે દુનિયા ભારતના વડાપ્રધાનને ગભરાઈને થોડા પ્રશ્નોથી ભાગી રહ્યા છે.
આ વીડિયોમાં, નોર્વેજીયન પત્રકાર હેલ લિંગ વડા પ્રધાન મોદીને એક પ્રશ્ન પૂછતી સંભળાય છે. તેમણે પૂછયું, વડા પ્રધાન મોદી, તમે વિશ્વમાં યાં સૌથી સ્વતત્રં પ્રેસ છે ત્યાના પત્રકારોના પ્રશ્નોના જવાબ કેમ નથી આપતા? તેમણે લખ્યું કે તેમને વડા પ્રધાન પાસેથી તેમના પ્રશ્નના જવાબની અપેક્ષા નહોતી. પત્રકારે નોંધ્યું કે પ્રેસ સ્વતંત્રતાના સંદર્ભમાં નોર્વે વિશ્વમાં પ્રથમ ક્રમે છે, યારે ભારત ૧૫૭મા ક્રમે છે. તેમણે કહ્યું કે સરકારને પ્રશ્ન પૂછવાનું પત્રકારોનું કામ છે.બીજી તરફ
ભારતીય દૂતાવાસે પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે દૂતાવાસે પત્રકારની પોસ્ટનો જવાબ આપતા કહ્યું કે વડા પ્રધાનની મુલાકાત અંગે રાત્રે ૯:૩૦ વાગ્યે રેડિસન બ્લુ પ્લાઝા હોટેલમાં એક પ્રેસ બ્રીફિંગ યોજાશે. યાં હાજર રહીને પત્રકાર પ્રશ્નો પૂછી શકશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News