આઈઆઈટી–બી ખાતે પ્લેસમેન્ટસ ૨૦૨૪માં ૨૩.૫ લાખના સરેરાશ વાર્ષિક પેકેજ સાથે સમા થયું છે, ગત વર્ષે આ પેકેજ . ૨૧.૮ લાખ પિયા હતું. યારે સરેરાશ વળતરમાં ૭.૭%નો નજીવો વધારો થયો છે, તો બીજી તરફ, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કેમ્પસ ડ્રાઇવ દ્રારા ઓછા વિધાર્થીઓને પ્લેસમેન્ટ મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્લેસમેન્ટ સીઝનનો બીજો તબક્કો ધીમો હતો, પરંતુ એપ્રિલ પછી તેમાં વધારો થયો હતો. એક સૂત્રએ જણાવ્યું હતું કે, અમને બીજા તબક્કામાં ૩૦૦થી વધુ જોબની ઓફર મળી હતી. ઉપરાંત, યારે ૭૫% વિધાર્થીઓએ કેમ્પસ ડ્રાઈવ દ્રારા નોકરી મેળવી હતી, ત્યારે અન્ય ૧૫% વિધાર્થીઓએ પોતાની જાતે જ નોકરીઓ મેળવી હતી. સંસ્થા સાથે ૫૪૩ કંપનીઓએ નોંધણી કરાવી; તેમાંથી ૩૮૮એ પ્લેસમેન્ટમાં ભાગ લીધો હતો અને ૩૬૪ કંપનીઓએ ઓફર કરી હતી. આઈઆઈટી–બી પ્લેસમેન્ટમાં અત્યાર સુધીનું સૌથી નીચું પેકેજ વાર્ષિક . ૬ લાખ આ વર્ષે વધુ ઘટીને . ૪ લાખ થયું છે. ૧૦ વિધાર્થીઓએ . ૪ લાખથી . ૬ લાખની વચ્ચેના વાર્ષિક પેકેજ સાથે જોબ ઓફર સ્વીકારી છે.
૧૨૩ કંપનીઓ દ્રારા કરવામાં આવેલી કુલ ૫૫૮ ઓફરોમાંથી, તેમનું કુલ વળતર પેકેજ વાર્ષિક . ૨૦ લાખથી વધુ હતું, અને અન્ય ૨૩૦ ઓફર . ૧૬.૭૫ લાખ અને . ૨૦ લાખની વચ્ચે હતી. આ વર્ષે અમે આઈઆઈટી–બી તરફથી ભરતી કરતી કંપનીઓમાં ૧૨%નો વધારો જોવા મળ્યો. એકંદરે, બંને રાઉન્ડમાં ૭૮ આંતરરાષ્ટ્ર્રીય આફરો સ્વીકારવામાં આવી હતી, યારે અભિયાન દરમિયાન વાર્ષિક . ૧ કરોડથી વધુની ૨૨ દરખાસ્તો સ્વીકારવામાં આવી હતી. યુક્રેનમાં યુદ્ધ અને નરમ વૈશ્વિક અર્થતંત્રને કારણે, અમે ઓછા આંતરરાષ્ટ્ર્રીય ભરતીકારો જોયા. વધુમાં, ૭૭૫ વિધાર્થીઓને ભારતમાં એમએનસીએસમાં મૂકવામાં આવ્યા છે અને ૬૨૨ ભારતીય કંપનીઓમાં જોડાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્લેસમેન્ટ સીઝનનો બીજો તબક્કો ધીમો હતો, પરંતુ એપ્રિલ પછી તેમાં વધારો થયો હતો. એક સૂત્રએ જણાવ્યું હતું કે, અમને બીજા તબક્કામાં ૩૦૦થી વધુ જોબની ઓફર મળી હતી. ઉપરાંત, યારે ૭૫% વિધાર્થીઓએ કેમ્પસ ડ્રાઈવ દ્રારા નોકરી મેળવી હતી, ત્યારે અન્ય ૧૫% વિધાર્થીઓએ પોતાની જાતે જ નોકરીઓ મેળવી હતી. સંસ્થા સાથે ૫૪૩ કંપનીઓએ નોંધણી કરાવી; તેમાંથી ૩૮૮એ પ્લેસમેન્ટમાં ભાગ લીધો હતો અને ૩૬૪ કંપનીઓએ ઓફર કરી હતી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ભાગ લેનારા વિધાર્થીઓની કુલ સંખ્યાને જોતા, પ્લેસમેન્ટની ટકાવારી લગભગ ૭૫% છે. બાકીના મોટાભાગના વિધાર્થીઓને નોકરીની તકો મળી છે. અન્ય લોકોએ ઉચ્ચ અભ્યાસ કરવાનું પસદં કયુ છે
આ વર્ષે, એન્જિનિયરિંગ અને ટેકનોલોજી ક્ષેત્રે સૌથી વધુ સંખ્યામાં વિધાર્થીઓની ભરતી કરવામાં આવી. ૧૦૬ કોર એન્જિનિયરિંગ કંપનીઓમાં એન્ટ્રી લેવલની જગ્યાઓ માટે ૪૩૦ વિધાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. ગત વર્ષની સરખામણીએ આ સિઝનમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ટેકનિકલ ભરતી થોડી વધારે હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલામાં રાજસ્થાનને 11 રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં હેઝલવુડે પલ્ટી બાજી
April 24, 2025 11:53 PMરશિયાનો કીવ પર ભીષણ હુમલો, 8ના મોત, 70થી વધુ ઘાયલ
April 24, 2025 11:48 PMભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech