દરેડમાં અંગ્રેજી દારુની બાટલી સાથે એક ઝબ્બે

  • June 03, 2023 01:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરેડ જીઆઇડીસી એપલ કારખાના રોડ પરથી એક શખ્સને ઇંગ્લીશ દારુની બોટલ સાથે દબોચી લીધો હતો.
જામનગરના દિ.પ્લોટ-૪૯માં રહેતા વિજયસિંહ મધુભા ઝાલા (ઉ.વ.૨૮) નામના શખ્સને ગઇકાલે દરેડ જીઆઇડીસી રોડ પર ઇંગ્લીશ દારુની એક બોટલ લઇને નીકળતા પંચ-બી પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
**
ભાણવડના આધેડ ઉપર લોખંડના પાઇપ વડે હુમલો
ભાણવડના કિલેશ્વર વિસ્તારમાં રહેતા હુસેનભાઈ ઇસ્માઈલભાઈ બ્લોચ નામના ૫૩ વર્ષના મુસ્લિમ આધેડને કોઈ કારણોસર બિભત્સ ગાળો કાઢી, લોખંડના પાઇપ વડે માર મારી, ઈ જાઓ કરવા સબબ ફૈઝલ કાસમ લંઘા સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
**
દરેડ ગોળાઇમાં બાઇક અથડાતા યુવકને ઇજા
દરેડ ગામમાં માધવ ટાઉનશીપ પાછળ, રાયકા ચોકમાં રહેતા રાકેશ જીવાભાઇ પુંધેરા (ઉ.વ.૨૫) નામના યુવાને ગઇકલે પંચ-બીમાં અજાણ્યા બાઇકચાલક સામે એવી ફરીયાદ કરી હતી કે, આરોપીએ પોતાનું બાઇક પુરઝડપે અને ગફલતથી ચલાવી ફરીયાદીના બાઇક સાથે અથડાવીને ફરીયાદીને નીચે પછાડી દઇ શરીરે ગંભીર ઇજાઓ કરી નાશી છુટયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application