૭૮મા સ્વાતંય દિનની ઉપલેટા પંથકમાં તાલુકા વહીવટી તત્રં દ્રારા આન બાન શાનથી ઉજવણીમાં ગઇકાલે ભવ્ય રીતે પ્રારભં કરાયો છે. આવતીકાલે તાલુકા કક્ષાનું ધ્વજવંદન સમઢીયાળા ગામે યોજાશે.તાલુકા વહીવટી તત્રં દ્રારા તિરંગા રેલીનું આયોજન કરતા પાંચ હજાર લોકો જોડાઇને સમગ્ર શહેર તિરંગામય બન્યું હતું. ટાવરવાળા ગ્રાઉન્ડમાં વિશાળ લોકોની હાજરીમાં સવારે દેશભકિતના ગીતો અને સંગીતની સુરાવલી સાથે ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઇ પાડલિયાની હાજરીમાં ધોરાજીના પ્રાંત અધિકારી જયેશ લિખીયાના હસ્તે પ્રારભં કરાયો હતો.આ તિરંગા રેલી આઝાદી અમર રહો, શહિદ વીર અમર રહે, ઝંડા ઉંચા રહે હમારાના નારા સાથે શહેરના મુખ્ય માર્ગ નટવર રોડ, ગાંધી ચોક, બાવલા ચોક, વડલી ચોક થઇ બસ સ્ટેન્ડ આ તિરંગા યાત્રાનું સમાપન થયું હતું. અત્યાર સુધીમાં સૌથી લાંબી તિરંગા યાત્રા પાંચ હજાર શહેરીજનો જોડાયા હતાં. દોઢ કિલોમીટર તિરંગા યાત્રા નિકળતા સમગ્ર શહેર તિરંગામય બની ગયું હતું. આ તિરંગા યાત્રામાં ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ અને નોબલ હાઇસ્કૂલમાં બાળકોના દેશભકિતના ટેબ્લોએ ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઇ પાડલીયા, પ્રાંત અધિકારી જયેશ લિખીયા, મામલતદાર મહેશ ધનવાણી, ચીફ ઓફિસર નિલમ ઘેટીયા, પીઆઇ એલ.આર.ગોહિલ, ટીડીઓ પારસ ચૌહાણ, જિલ્લા ઉધોગ કેન્દ્રમાં જનરલ મેનેજર કે.વી.મોરી, તાલુકા પંચાયતના પ્રમુખ પિયુષભાઇ હુંબલ, પૂર્વ નગરપાલિકા દાનભાઇ ચંદ્રવાડિયા, મયુરભાઇ સુવા, શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડિયા, આરડીસી બેન્કના ડિરેકટર હરિભાઇ ઠુંમર, નરસીભાઇ મુંગલપરા, ઉધોગપતિ હરસુખભાઇ કંટારિયા, શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઇ પાદરીયા સહિત ભાજપના આગેવાનો વિવિધ સમાજના પ્રમુખ, સામાજિક આગેવાનો, વિધાર્થીઓ, વાલીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતાં.
તાલુકા કક્ષાનું ધ્વજવંદન સમઢિયાળા ગામે યોજાશે
આવતી કાલે સવારે નવ વાગ્યે તાલુકા કક્ષાનું ધ્વજવંદન સમઢીયાળ ગામે મામલતદાર મહેશ ધનવાણીના હસ્તે તિરંગાને સલામી આપી કરવામાં આવશે. આ તકે તાલુકા વહીવટી તત્રં દ્રારા દેશભકિતના સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામાજિક ક્ષેત્રે સેવા આપતા લોકોનું સન્માન કરવામાં આવશે.
શહેરી વિસ્તારનું ધ્વજવંદન ઉપલેટામાં થશે
ઉપલેટા નગરપાલિકા આયોજિત શહેરી વિસ્તારનું ધ્વજવંદન ચીફ ઓફિસર નિલમ ઘેટીયાની હાજરીમાં સવારે નવ વાગ્યે વિવિધલક્ષી વિનય મંદિરના ગ્રાઉન્ડમાં ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઇ પાડલિયાના હસ્તે કરવામાં આવશે. આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમમો તેમજ તેજસ્વી વિધાર્થીઓના સન્માન કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech