જોડીયાના પીઠડમાં મીની ટ્રકમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો

  • March 03, 2025 06:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

  ↵


જોડિયા તાલુકાના પીઠડ ગામ પાસે પોલીસે દરોડો પાડી મીની ટ્રકમાં ઘાસના જથ્થા નીચે સંતાડેલો ૧૨૦૪ નાની મોટી ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો પોલીસે પકડી પડ્યો છે, અને એક શખ્સની અટકાયત કરી છે. જ્યારે દારૂના સપ્લાયર સહિતને ફરારી જાહેર કરાયા છે. કુલ ૫.૮૭ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.


ગ્રામ્ય ડીવાયએસપી આર.બી. દેવધાના માર્ગદર્શન હેઠળ જોડીયાના પીઆઇ આર.એસ. રાજપુતની સુચના અનુસાર બાલંભા ઓપીના પીએસઆઇ કે.ડી. જાડેજા તથા એએસઆઇ રવિરાજસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી કે પીઠડ ગામની સીમ વિસ્તારમાં એક મિની ટ્રકમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. જે બાતમીના આધારે મોડી રાત્રે જોડીયા પોલીસે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન પોલીસને જીજે૩બીડબલ્યુ-૬૮૨૭ નંબરનો મીની ટ્રક ધ્યાનમાં આવ્યો હતો.

​​​​​​​


જેની તલાસી લેતાં ટ્રકમાં ઘાસનો જથ્થો ભરેલો હતો, પરંતુ પોલીસે ઘાસ નો જથ્થો હટાવીને નીચે ચેક કરતા અંદરથી નાની મોટી ૧૨૦૪ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે ઇંગલિશ દારૂ મિનિ ટ્રક અને મોબાઈલ ફોન વગેરે સહિત રૂપિયા ૫,૮૭,૪૦૦ની માલમતા કબજે કરી છે. જયારે દારૂની હેરાફેરી કરી રહેલા ખાનપર મોરબીના યશપાલસિંહ ઘનુભા જાડેજા ની અટકાયત કરી હતી.


પોલીસની પુછપરછમાં દારૂ સપ્લાયર કરનાર હરીયાણાના આનંદકુમાર, દારૂ વેચાણ કરવા મંગાવનાર પીઠડના ક્રિપાલસિંહ ખુમાનસિંહ જાડેજા, દારૂની હેરાફેરીમાં મદદ કરનાર રાજકોટના જંગલેશ્ર્વરમાં રહેતા સલીમ શેખ, દારૂ વેચાણ માટે મંગાવનાર ગોંડલના સમીર જીંદાણી અને રાજકોટના સલીમનો મિત્ર ભાણો આ પાંચના નામ ખુલ્યા હતા જેને ફરાર જાહેર કરી આ દીશામાં તપાસ લંબાવવામાં આવી છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News