હાલના સમયમાં ટીનજરો સોશિયલ મીડિયામાં રચ્યાપચ્યા રહે છે અને આ અભાસી વિશ્ર્વ થકી પરીચયમાં આવેલા વ્યકિત સાથેના સંબંધો તે ખરા માની લે છે અને તેના લીધે કયારેક જીવન ઝેર થઇ જતું હોવાના બનાવ પણ બનતા રહે છે.ત્યારે આવો જ લાલબતીપ વધુ એક બનાવ સામે આવ્યો છે. જસદણ પંથકમાં આવેલા ગામમાં રહેતી ૧૬ વર્ષની સગીરા સ્નેપચેટ થકી ગામમાં જ રહેતા વિધર્મી શખસ સાથે પરિચયમાં આવી હતી. બાદમાં આ શખસે તેને ફસાવી તેના ફોટા પાડી લીધા હતા ત્યારબાદ આ ફોટા વાઇરલ કરી દેવાની ધમકી આપી ઘરે આવી સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચયુ હતું. જે અંગે સગીરાના માતાએ આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે દુષ્કર્મ અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી તેની આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જસદણ પંથકના ગામમાં રહેતા મહિલાએ આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેમના જ ગામમાં રહેતા સરફરાજ રજાકભાઈ ભટ્ટી (ઉ.વ ૨૧) નું નામ આપ્યું છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની ૧૬ વર્ષની દીકરી મોબાઇલમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી હોય જેમાં સ્નેપચેટ એપ્લિકેશન થકી તે આરોપી સરફરાજના પરિચયમાં આવી હતી આરોપી સાથે પરિચયમાં આવ્યા બાદ સગીરા અને આરોપી બંને વાતચીત કરતા હતા આ દરમિયાન આરોપી સરફરાજે સગીરાને ભોળવી યેનકેન પ્રકારે તેના ફોટા પાડી લીધા હતા.
સગીરાના ફોટા પાડી લીધા બાદ આરોપીએ આ ફોટા સગીરાને મોકલી ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી તે સગીરા ઘરે એકલી હતી ત્યારે ઘરે ઘુસી આવ્યો હતો બાદમાં તેણે આ ફોટા વાયરલ કરવાની ધમકી આપી સગીરાની મરજી વિદ્ધ તેની સાથે શરીર સંબધં બાંધી દુષ્કર્મમાં આચયુ હતું. ત્યારબાદ ધમકીઓ આપી આ શખસે વારંવાર સગીરા સાથે દુષ્કર્મમાં આચયુ હતું. અંતે આ શખસના ત્રાસથી સગીરા ગુમસુમ રહેવા લાગી હોય પરિવારજનો આ બાબતે પૂછતા અંતે સગીરાએ પરિવારને આપવીતી જણાવવી હતી ત્યારબાદ તેણીની માતાએ આ બાબતે આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ભોગ બનનારની માતાની ફરિયાદ પરથી આટકોટ પોલીસે આરોપી સામે દુષ્કર્મ અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી એવા સરફરાજ ભટ્ટીની ધરપકડ કરી હતી. આરોપી મજૂરી કામ કરતો હોવાનું માલુમ પડું છે પોલીસે આ અંગે વિશેષ તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટીના પીઆઇ એલ.જી.નકુમ ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech