પોરબંદરના ગ્રામ્યપંથકમાં સફાઈકર્મીઓ માટે આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો

  • September 26, 2024 01:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર જીલ્લાના ગ્રામ્યપંથકમાં સફાઈ મિત્ર સુરક્ષા શિબિર અને આરોગ્ય કેમ્પ યોજાયો હતો. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવથી સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાનનો સમગ્ર દેશમાં પ્રારંભ થયો છે.જેના ભાગ‚પે પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કરના માર્ગદર્શન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાની આગેવાની હેઠળ પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત દરરોજ માટે જુદી-જુદી કામગીરી કરવામાં આવી રહી છે.સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ ઝુંબેશ અંતર્ગત પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ આરોગ્ય કેન્દ્ર ખાતે સફાઈ મિત્ર સુરક્ષા શિબિર (અંત્યોદય દિવસ) થીમ સાથેની આરોગ્યલક્ષી પ્રવૃત્તિ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં જુદા જુદા ગામોમાં સફાઈ કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે સફાઈ મિત્ર સુરક્ષા શિબિરની સાથે આરોગ્ય ચકાસણી કેમ્પ યોજવામાં આવ્યો હતો.આ કેમ્પમાં તબીબોએ સફાઈ કર્મચારીઓ અને તેમના પરિવારજનોના આરોગ્યની ચકાસણી કરી હતી. તેમજ સફાઈ કર્મચારીઓને સફાઈ કામગીરી દરમ્યાન આરોગ્યની ખાસ તકેદારી રાખવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.આરોગ્ય કેમ્પનો લાભ લઈ સફાઈ કર્મચારીઓએ તેમના આરોગ્યની ચિંતા કરતી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. પોરબંદર જિલ્લાના તમામ ગામોમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત દરરોજ માટે સ્વચ્છતાલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે.સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત સફાઈ મિત્ર સુરક્ષા શિબિરમાં સફાઈ કર્મચારીઓ ઉત્સાહપુર્વક જોડાવવાની સાથે સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ ઝુંબેશને સફળ બનાવવા માટે સહભાગી થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News