BREAKING NEWS

ગોંડલ–કોટડાસાંગાણી પંથકમાં વાડી વિસ્તારમાં કેબલ વાયરની ચોરી કરનાર રીઢો તસ્કર ઝબ્બે

  • April 10, 2026 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ : ગોંડલ અને કોટડાસાંગાણી પંથકમાં સીમ વિસ્તારમાંથી કેબલ વાયર ચોરી કરનાર રીઢા ચોરને રલ એલસીબીની ટીમે ઝડપી લીધો છે. યારે સૂત્રધાર ફરાર થઈ જતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા શખસની પુછતાછ કરતા પાંચ ગુનાની કબુલાત આપી હતી. રાજકોટ રેન્જ આઈજી નિર્લિ રાય અને એસપી વિજયસિંહ ગુર્જર દ્રારા મીલકત સંબંધી અનડીટેકટ ગુન્હા શોધી કાઢવાની અપાયેલી સુચનાના પગલે રલ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરીમાં ટીમ તપાસમાં હતી તે દરમિયાન ગોંડલના ગોમટા ગામે એક માસ પહેલાં ખેડૂત વસ્તાભાઇ ઉર્ફે હકાભાઈ વેરશીભાઈ ચાવડીયા સહિતના ખેડૂતોની વાડીમાંથી કોપર વાયર, ઝટકા મશીનની ઇલેકટ્રીક બેટરી સહિતના મુદામાલની ચોરીનો બનાવ બન્યો હતો. તેમજ કોટડાસાંગાણી પોલીસ મથક વિસ્તારની સીમમાંથી પણ કેબલ વાયર ચોરીનો બનાવ બન્યો હતો. જે અનુસંધાને એલસીબીની ટીમને ચોરી કરનાર શખ્સ ભડી ગામના પાટીયા પાસેથી ચોરી કરેલ બાઈક સાથે નીકળનાર હોય જે ચોક્કસ બાતમીના આધારે ભડી ગામના પાટીયા પાસે વોચ ગોઠવી ચોરીના બાઈક સાથે નિકળેલ શખ્સને પકડી નામ પૂછતાં પોતાનું નામ અરવિંદ ઉર્ફે ટકો ઉર્ફે દ્ર ધી રાઠોડ (ઉ.વ–૨૮, રહે. વિરપુર, મફતીયાપરા, પાણીના ટાંકા પાસે) ને પકડી પાડયો હતો.
આરોપીની પુછપરછ કરતા સીમ વિસ્તારમાંથી કેબલ વાયર ચોરીના ગુન્હાઓની કબુલાત આપી હતી. પકડાયેલ આરોપી વિદ્ધ રાજકોટ ગ્રામ્યના અલગ અલગ પોલીસ મથક અને બાબરા પોલીસમાં ચોરીના અનેક ગુના નોંધાયેલ છે. યારે કેબલ વાયર ચોરીમાં સાથે રહેનાર કુખ્યાત શખ્સ નવઘણ રામજી સાડમીયા (રહે.મુળ ગામ સાલખડા, ચોટીલા, હાલ સરધાર, રાજકોટ) પોલીસના હાથમાં ન આવતાં તેની શોધખોળ હાથ ધરાઈ છે. પકડાયેલ શખ્સે એકાદ મહીના પહેલા ગોંડલના ગોમટા ગામની સીમમાંથી રાત્રીના સમયે અલગ–અલગ જગ્યાએથી ખેતરોમાંથી કેબલ વાયરની ચોરી કરેલ, પંદરેક દિવસ પહેલા કોટડાસાંગાણીના ભાડવા ગામની સીમમાંથી રાત્રીના સમયે અલગ–અલગ જગ્યાએથી ખેતરોમાંથી કેબલ વાયરની ચોરી કરેલની કબૂલાત આપેલ હતી.બંને તસ્કર પહેલાં બાઇકની ચોરી કરી બાદમાં ચોરાઉ બાઈકમાં અલગ અલગ સીમ વિસ્તારમાં જઈ કેબલ વાયરની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હતાં...




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News