જામનગર નજીક મોબાઇલ ઝુટવી લેનાર રીઢો તસ્કર ઝડપાયો

  • August 21, 2021 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થયેલો: એલસીબીએ પકડી 66 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

જામનગર નજીક મોબાઇલ ઝુટવી લેનાર રીઢા તસ્કરને એલસીબીની ટુકડીએ હર્ષદમીલની ચાલી નજીક બાતમીના આધારે પકડી પાડી 66 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે, આરોપી પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઇ ગયો હતો.

જામનગર જીલ્લાના પોલીસ વડા દીપન ભદ્રનએ એલ.સી.બી. ના પો.ઇન્સ. એસ.એસ.નિનામા ને આ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા જરી સુચના કરેલ હોય,જેથી એલ.સી.બી. પો.ઇન્સ.ની માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ની અલગ અલગ ટીમો બનાવી આ વણશોધાયેલ ઝુનાઓ શોધી કાઢવા અંગે એલ.સી.બી. સ્ટાફ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

આ દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના દિલીપભાઇ, શરદભાઇ તથા સુરેશભાઇને તેઓના ખાનગી વિશ્વાસુ બાતમીદાર થી ચોકકસ હકિકત મળેલ કે. અગાઉ ચોરીઓ તથા લુંટના ગુનામાં પકડાઇ ચુકેલ જીતુ જેરામ શેખા રહે, નારણપુરગામ તા.જી.જામનગર વાળો ચોરીઓ કરી મેળવેલ મોબાઇલ ફોનો વેચવા માટે ચોરી કરેલ સાઇન મોટર સાયકલ નંબર જી.જે.10 ડીજી 7357 નુ લઇને લાલપુર બાય પાસ તરફથી જામનગર શહેર તરફ આવતા હોવાની બાતમી આધારે રણજીતસાગર રોડ ઉપર હર્ષદમીલની ચાલી પાસેથી ઇસમને પકડી પાડ્યો હતો.

તેના કબ્જામાથી હોન્ડા સાઇન મોટર સાયકલ નંબર જી.જે.10 ડીજી 7357 કિ.ા. 35,000 તથા ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન નંગ-5 કિ.ા. 31,000 મળી કુલ ા. 66,500 નો મુદામાલ સાથે પકડી પાડી કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આરોપીની પુછપરછ દરમ્યાન અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ જે ગુનામા ત્રણ માસ પહેલા પેરોલ ઉપર છુટયા બાદ પરત હાજર નહી થઇ પેરોલ જમ્પ થઇ ફરાર થયેલ હતો. તેમજ તેઓએ નીચે જણાવ્યા મુજબના ગુનાઓ આચરેલ હોવાની કબુલાત કરેલ છે.

સીટી એ ડીવી પો.સ્ટે.ઇપીકો કલમ 454,380 મુજબ તથા સીટી એ ડીવી પો.સ્ટે. ઇપીકો કલમ 379 મુજબ તથા પંચકોષી બી ડીવી. પો.સ્ટે. ઇપીકો કલમ 379(એ)(4) મુજબ તથા પંચકોષી બી ડીવી. પો.સ્ટે. ઇપીકો કલમ 379(એ)(3) મુજબ ગુનો કર્યો હતો.

આ કાર્યવાહી ઇન્ચાર્જ પો.ઇન્સ.એસ.એસ.નિનામાની સુચના થી પો.સ.ઇ. આર.બી.ગોજીયા, પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી, કે.કે.ગોહીલ તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ. નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, અશ્વિનભાઇ ગંધા. દિલીપભાઇ તલવાડીયા, ફીરોજભાઇ દલ, હીરેનભાઇ વરણવા. ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, રધુભા પરમાર. ધાનાભાઇ મોરી. યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા. બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા. સુરેશભાઇ માલકીયા. એ.બી.જાડેજા તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્રારા કરવામા આવેલ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS