સપ્લાયરનું નામ ખુલ્યું : સોની ફળીમાં પોલીસ ત્રાટકી
જામનગરના સોનીફળીમાં આવેલ શિવધારા એપાર્ટમેન્ટમાં રહેતા વિપ્ર શખ્સએ ઇંગ્લીશ દારુનો જથ્થો વેચાણ અર્થે રાખ્યો છે એવી હકીકત આધારે પોલીસે દરોડો પાડી આરોપીને દારુની ૮૪ બોટલ સાથે દબોચી લીધો હતો. જેમાં ધુંવાવ નાકે રહેતા કોળી શખ્સની સંડોવણી ખુલી હતી.
જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ પ્રોહી-જુગાર શોધી કાઢવા સુચના આપેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ સીટી-એ ડીવીઝન પીઆઇ એન.એ. ચાવડાની સુચના મુજબ સર્વેલન્સ સ્કોડના પીએસઆઇ એમ.એન. રાઠોડ સાથે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્કોડના પો.કોન્સ રાકેશભાઇ ચૌહાણ, પો.કોન્સ રુષિરાજસિંહ જાડેજા, એએસઆઇ કરણસિંહ જાડેજાને ચોકકસ બાતમી મળેલ કે સોનીફળી શીવધારા એપાર્ટમેન્ટ બ્લોક નં. ૨૦૪માં રહેતો વિશાલ ગુણવંત ગોપીયાણી પોતાના કબ્જા ભોગવટાના ફલેટમાં ભારતીય બનાવટની વિદેશી દારુની બોટલો રાખી વેચાણ કરે છે.
તેવી હકીકત આધારે હકીકતવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી વિશાલ ગુણવંતરાય ગોપીયાણી (ઉ.વ.૩૦) રહે. સોનીફળી શીવધારા એપાર્ટમેન્ટ બ્લોક નં. ૨૦૪, જામનગરવાળો હાજર મળી આવેલ તેના કબ્જામાંથી દારુની અલગ અલગ બ્રાન્ડની બોટલ ૮૪ કુલ કિ. ૪૨ હજાર તથા એક મોબાઇલ કિ. ૫૦૦૦ મળી કુલ ૪૨.૫૦૦ના મુદામાલ સાથે મળી આવ્યો હતો. દારુ સપ્લાય કરનાર આરોપી અમીત અશોક કોળી રહે. ધુંવાવનાકુ કોળીવાસ જામનગરવાળાને ફરાર જાહેર કર્યો હતો.
***
હવાઇચોકમાં એકટીવા ચાલક દારુ સાથે ઝબ્બે: બે બોટલ, મોબાઇલ, ગાડી સહિત ૪૬ હજારનો મુદામાલ મળ્યો
જામનગરના હવાઇચોક રોડ પરથી એકટીવા બાઇકમાં નીકળેલા શખ્સની અટક કરી તપાસ કરતા તેની પાસેથી ઇંગ્લીશ દારુની બે બોટલ મળી આવતા કુલ ૪૬ હજારનો મુદામાલ જપ્ત કરાયો હતો.
જામનગરના રણજીતસાગર રોડ પટેલપાર્ક, આશીર્વાદદીપ ૩ ખાતે રહેતા વેપારી પ્રણવ નિલકેશ અનડકટ (ઉ.વ.૩૦) નામનો શખ્સ ગઇકાલે એકટીવા બાઇક નં. જીજે૧૦સીએસ-૨૦૮૩ લઇને હવાઇચોક રોડ પરથી નીકળ્યો હતો આથી સીટી-એ પોલીસે તેને આંતરીને તલાશી લેતા તેની પાસેથી ઇંગ્લીશ દારુની બે બોટલ મળી આવી હતી.
આથી પોલીસે દારુની બોટલો, એકટીવા બાઇક અને એક મોબાઇલ મળી કુલ ૪૬ હજારનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ દારુ અંગે પુછપરછ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMસતત બીજા દિવસે પણ ભાવનગરમાં ધાબડિયુ વાતાવરણ સર્જાતા ટાઢોડુ વ્યાપ્યુ
December 23, 2024 04:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech