જામનગરમાં સાંસદ પૂનમબેન માડમ દ્વારા પ્રદર્શન મેદાનમાં છેલ્લા દોઢેક મહીનાથી ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે, જામનગરમાં અત્યાર સુધીમાં કયારેય ટીમો ન અવી હોય એટલી ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે, ૩૬૪ જેટલી ટીમોએ સાંસદની આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઇને ટુર્નામેન્ટને રસપ્રદ બનાવી છે. આજે સાંજે ૫ વાગ્યાથી સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ફાઇનલ મેચનો પ્રારંભ થનાર છે, એ પહેલા ગઇકાલે પ્રદર્શન મેદાનમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું, એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાંસદ પૂનમબેન માડમના મોટા કટઆઉટ પણ પ્રદર્શન મેદાનમાં રાખવામાં આવ્યા છે, જે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. જામનગર શહેરમાં પ્રદર્શન મેદાનમાં રમાઇ રહેલી આ ટુર્નામેન્ટ આ પહેલા છ દિવસ પહેલા પુરી થનાર હતી પરંતુ ટીમ વધુ હોવાના કારણે આજે આ ટુર્નામેન્ટનો ફાઇનલ મેચ યોજાનાર છે ત્યારે ક્રિકેટ રસીકોમાં પણ ભારે ઉત્સાહનું મોજુ ફરીવળ્યું છે, પ્રદર્શન મેદાનને ચારેકોર શણગારવામાં આવ્યું છે, મોટા-મોટા કટઆઉટની સાથે સુચારુ બેઠક વ્યવસ્થા, વિશાળ સ્ટેજ પણ બનાવવામાં આવ્યું છે, સાંસદ ખેલ મહોત્સવની આ ક્રિકેટ ટુર્નામેન્ટ વર્ષોથી સુધી એક યાદગાર સંભારણું બની રહેશે તેવી જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે, આજે મોટી સંખ્યામાં લોકો પ્રદર્શન મેદાનમાં આ ફાઇનલ મેચ જોવા ઉપસ્થિત રહે તેવી શકયતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિવિલ વર્ષે ૨૦ લાખ, દર્દીઓ ૧૨ લાખ એજિલસ લેબોરેટરીને રિપોર્ટના ચૂકવે છે!
November 22, 2024 12:39 PMલોકપ્રિયતામાં આલિયા-દીપિકાનો ક્લાસ ગયો, સામંથા નંબર વન
November 22, 2024 12:22 PM'ધ સાબરમતી રિપોર્ટ'ના અભિનેતા વિક્રાંત મેસીએ ખોલી બોલીવુડની પોલ
November 22, 2024 12:21 PMજો તમને રજાઈમાં મોઢું ઢાંકીને સૂવાની આદત છે તો આજે જ છોડી દો, સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન
November 22, 2024 12:19 PMધૂમ 4 માં રણબીર કપૂરની એન્ટ્રી?
November 22, 2024 12:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech