પોરબંદરમાં ઉમ્મતી એન્ડ ઉન્નતિ ટ્રસ્ટ દ્વારા સમૂહશાદીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
પોરબંદરમાં સામાજીક શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃતિઓમાં હર હંમેશ માટે અગ્રેસર રહેતી સંસ્થા ઉમ્મતી ઉન્નતી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજની કારમી મોંઘવારી અને વર્તમાન પરીસ્થિતિને ધ્યાનમાં રાખી સમાજના લોકો દ્વારા લગ્નના પ્રસંગો થતાં ખોટા ખર્ચાઓને અટકાવવા તથા કુરિવાજો બંઘ થાય તેમજ આર્થીક રીતે મધ્યમ પરિવારના લોકોને સમય મહેનત અને નાણાકીય ખર્ચનો બચાવ થાય તે મકસદથી સત્તત સંસ્થા દ્વારા (૮)મોં જશ્ને સમુહ શાદીનું આયોજન કરવામાં આવેલ જેમાં પોરબંદર જીલ્લા સહીત અન્ય શહેર ગ્રામ્ય વિસ્તારોમાં માંથી ૨૫ દુલ્હા-દુલ્હનનો એ આ સમુહ શાદીમાં ભાગ લઇ લગ્ન ગ્રંથી થી જોડાયા હતા.
આ વખતે પ્રથમવાર જ પોરબંદર બોખીરા પાસે આવેલ શિવમ પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવેલ હતું. સાંજે સાત વાગ્યે કાર્યક્રમનો પ્રારંભ હાફિઝ અલીરઝા બાપુ ઇસ્માઇલભાઈ સુમરા યુસુફ ભાઈ હમ્દો સના અને નાતે રસુલથી કરવામાં આવેલ.
આ પ્રસંગે ખલીફા તાજુસરીયા સૈયદ સઆદતઅલીબાપુ સાહબ (ખતીબો ઇમામ જામા મસ્જિદ પોરબંદર) દ્વારા લોકોને નશીયત આપતા ખીતાબ ફરમાવ્યું કે આજના સમયમાં લગ્ન પ્રસંગોમાં લોકો દ્વારા ઉછી-ઉઘાર માગીને અથવા કિંમતી વસ્તુ ગીરવી મુકીને લોન અથવા વ્યાજે પૈસા ની વ્યવસ્થા કરી એકબીજાની દેખાદેખી માં ઘામઘુમથી લગ્ન પ્રસંગ કરવા બીનજરી ખર્ચાઓ કરતા હોય છે. જે સમાજ માટે અતિ નુકસાનકર્તા હોય છે. જો આપણે શરીઅત મુજબ લગ્ન પ્રસંગ કરીએ તો ખોટા ખર્ચાઓથી બચી શકીએ છીએ જો સમાજમાં ખરાં અર્થમાંમાં સાચી ઉન્નતી લાવવી હોયતો સાદગીપૂર્ણ રીતે લગ્ન પ્રસંગો કરવા જોયે તોજ સમાજ માં સાચી ઉન્નતી આવશે અને ત્યારેજ ઉમ્મતી ઉન્નતી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ જે સમુહ શાદીનું આયોજન કરે છે તે સાચા અર્થ માં સાર્થક ગણાશે.
સાથોસાથ રતનપુર (ખેડા)થી ખાસ આ પ્રસંગમાં પધારેલ ખલીફા એ તાજુશરીઆહ વ તાજુલ મશાઇબ મુફતી મોહંમદ અશરફ રઝા બુરહાની સાહેબએ જણાવેલ કે ઇસ્લામમાં વૈવાહિક લગ્નજીવનનું મહત્વ અને આજકાલ નાની નાની બાબતોમાં પતિ -પત્ની વચ્ચે ઝઘડાઓ થતાં હોય છે અને આ ઝગડાઓ છુટાછેડા (તલાક) સુઘી પહોંચી જતી હોય છે જો સમાજમાં છુટાછેડા (તલાક) ના બનાવોને રોકવા હોય તો સબ્ર અને શુક્ર ના સૂત્રને જીવનમાં ઉતારી લેવું જોઇએ જેથી દરેક પ્રકાર ના ઘરેલુ ઝગડા થતા અટકી જતાં હોય છે તેવું જણાવ્યું હતું.
સૈયદ સઆદત અલીબાપુ, સૈયદ ગુલામબાપુ કાદરી, સૈયદ જલાલબાપુ, સૈયદ હુસેનબાપુ બુખારી, મોલાના યુસુફ દુકાની સાહેબએ આ સમુહ શાદીમાં જોડાયેલ ૨૫ યુગલોને નિકાહ પઢાવેલ હતા. સૈયદ ઇકબાલ બાપુ તિરમિજીએ આ ૨૫ નવયુગલોને પોતાની દુઆઓથી નવાજેલ અને ટ્રસ્ટ ના હોદેદારો ને પોતાની દુઆઓ થી પણ નવાજેલ.
આ સમુહ શાદીના પ્રસંગને દિપાવવા જામનગરથી સૈયદ સૌકતઅલી બાપુ, વેરાવળથી હાફીજ જાવીદ સાહેબ, હાફિજ ઈલ્યાસ સાહેબ, સૈયદ મુનવર બાપુ મોલાના હનીફ સાહેબ એ ખાસહાજરી આપેલ.આ સમૂહ શાદી માં અંજુમન ઍ ઇસ્લામના પ્રમુખ ફૈઝલ ખાન પઠાણ ઉપપ્રમુખ અકબરભાઈ સેલોત સેક્ટરી અશરફ પટેલ જોઇંન્ટ સેક્ટરી હાન સાટી એ હાજરી આપી યુ એન્ડ યુ ટ્રસ્ટ ના હોદેદારો ને આ સમૂહ શાદી નો સુંદર અને સરસ આયોજન કરવા બદલ અભિનંદન આપેલ.
આ સમુહ શાદીમાં મુસ્લીમ સમાજના અગ્રણીઓ હાજી સુલેમાનભાઈ ઐબાણી, હાજી હનિફભાઈ એબાણી, સૈયદ અબાસ બાપુ બસીર ભાઈ ઐબાણી, હાજી આસીફભાઈ ભીમાણી, હાજી અસ્ફાકભાઈ સુન્નીવોરા, અમીનભાઈ ગીરાય, હાજી કાસમ શમા યુસુફ બાપુ અલ્તાફ બાપુ તીરમીઝિ , સૈયદ ભીખુમિયા ભાપુ, , રસીદભાઈ મીર આરીફભાઈ હાલાઇપોત્રા કાદરભાઈ હામદાણી કાદર ભાઈ માંઢાઈ , ફાકભાઈ બપાડ, રિઝવાનભાઈ માંઢાઈ, અમીનભાઈ ઐબાણી, ઝુબેરભાઈ લાલ, ફિરોઝભાઈ પઠાણ,નસીમ ભાઈ પઠાણ, જાવિદભાઈ સંઘાર, સૈયદ મમુમિયાં બાપુ સૈયદ ડાડલી બાપુ કાબાવલીયા જમાતના પટેલ તથાવિવિધ જમાતના અગ્રણીઓ સામાજિક સંસ્થાઓના હોદ્ેદારો રાણાવાવથી સમસ્ત મુસ્લિમ સમાજ લગન કમિટીના ઓસમાણ ભાઈ નાઈ તથા તેમની ટીમ ગુલામ બાપુ રિયાઝ ભાઈ મુલ્લાં ઈકબાલ ભાઈ પંજવાની કુતિયાણાથી હસનભાઈ મન્સૂરી આ કાર્યકમ માં હાજરી આપી કાર્યકમની શોભા વધારેલ.
સમસ્ત ફકીર જમાત ના પ્રમુખ દાદા ભાઈ ઝિંદા અને તેમની ટીમ કેજીન ટ્રસ્ટ ના ટ્રસ્ટી રશીદ ભાઈ નૌહીઅને તેમની ટીમ દ્વારા યુ એન્ડ યુ હોદેદારો ને શાલ ઓઢાડીને આ કાર્યને બિરદાવેલ.
પ્રોફેસર ડો .અરાફત કાદરીએ હાજરી આપી સમગ્ર ઉમ્મતી એન્ડ ઉન્નતી એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ પોરબંદર ના પ્રમુખ એઝાઝ અ.હબીબ લોધીયા તથા યુ એન્ડયુ ટીમને મુબારકબાદી આપેલ હતી.સખીદાતાઓના સાથ અને સહકારથી દિકરીઓને ૮૩ થી વધુ આઈટમોની કરીયાવર પી ભેટ આપેલ હતી. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નવ દંપતીને મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા આ તકે પોરબંદર મહાનગરપાલિકા ના મેરેજ રજિસ્ટ્રેશન વિભાગ કર્મચારી વિવેકભાઇ હોદાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનું સંચાલન જાહીદભાઈ નાગોરી અને ઈસ્માઈલખાન સેરવાનીએ કરેલ હતુ. સમુહ લગ્નમાં આવનાર તમામ મહેમાનો માટે ન્યાજશરીફ જમણવાર નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ એઝાઝ અ.હબીબ લોધી યા, ઉપ પ્રમુખ હાજીયાસીનભાઈ એબાણી, મેહબૂબ ખાન બેલીમ, આરીફભાઈ રાઠોડ, શબીર ભાઈ રાઠોડ, અબચાઉસ વસીમ ભાઈ આરબ ફાક ગજ્જન, નાઝીમભાઈ લાલ અને તેમની ટીમ,અફઝલ લાલ સૈયદ ગફાર બાપુ હમઝાભાઈ હામદાણી, અબ્દુલભાઈ રાવડા, યુનુસખાન પઠાણ, યુનુસભાઈ પરમાર, અશફા કભાઈ લોધીયા, મોહમ્મદ ભાઈ બ્લોચ, ઈમરાન રાઠોડ, અક્રમ પરમાર, અલ્તાફ રાઠોડ, મહમદ રાઠોડ, મહમદભાઈ સુમરા, યશર, તૌસીફ અનસ પરમાર, સુલેમાન બોખીરાવાલા, જીશાન, હસન ભાઈ, હનીફ બેલીમ, રાજુભાઈ જોખીયા, સરફરાઝ હામદાની, સલીમભાઈ જુનેજા, જાબીર લાંઘા, હુસૈન ભાઈ વાલાઅને તેમની ટીમ અમુ ભાઈ નાલબંધ, હારૂન પરમાર, દાદુ પરમાર, રાજુ જોખિયા, હનીફ બેલીમ, રિઝવાન પરમાર, મો.અકીલ એબાણી વિગેરેએ જહેમત ઉઠાવેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુના સાંબામાં ડ્રોન દેખાયા, ભારતે તોડી પાડ્યા, જલંધરમાં પણ દેખાયા ડ્રોન
May 12, 2025 10:34 PMન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
May 12, 2025 09:03 PM'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech