સુરજકરાડીમાં સેવા હી સંગઠન અંતર્ગત મહા રક્તદાન કેમ્પ યોજાશે

  • May 29, 2021 11:31 AM 

યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના કેન્દ્ર સરકારના સફળતા પૂર્વક ૭ વર્ષ પૂર્ણ થાય છે, તો સેની સફળતાના ભાગરૂપે સેવાકીય કાર્યમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે, ત્યારે ઓખામંડળ વિસ્તારના લોકોના લાભાર્થે દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપ તથા ઓખા શહેર યુવા ભાજપ અને ઓખા શહેર ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, થેલેસેમિયાગ્રસ્ત બાળકોને બ્લડ મળી રહે તે માટે તા. ૩૦/૦૫/૨૦૨૧ રવિવાર ના રોજ બપોરે ૦૪:૦૦ થી સાંજે ૦૮:૦૦ વાગ્યા દરમ્યાન શિશુ મંદિર, સ્ટેટ બેંકની બાજુમાં, સુરજકરાડી ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, સસદસભ્ય પૂનમબેન માડમ ,ધારાસભ્ય પબુભા વિરમભા માણેક, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ, ગુજરાત પ્રદેશ યુવા ભાજપના મહામંત્રી નરેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહેશે, તો સર્વે રક્તદાતાઓએ આ પુણ્યના ભગીરથ યજ્ઞમાં જોડાવવા અનુરોધ કરાયો છે, આ કેમ્પમાં ખંભાળિયા સિવિલ હોસ્પીટલની ટીમ સેવા આપશે, આ કેમ્પ સરકારની કોરોનાની ગાઈડલાઇન્સ મુજબ કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS