સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક વૃદ્ધાના ગળામાંથી સોનાની માળાની ચીલઝડપ

  • May 23, 2025 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
કણકોટ રોડ પર રહેતા વૃદ્ધા પતિ સાથે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે બાઈકમાં જતા હતા. દરમિયાન સમડીએ તેમના ગળામાંથી રૂપિયા એક લાખની કિંમતની બે તોલાની સોનાની માળા આંચકી લીધી હતી. જે અંગે વૃદ્ધાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આ સમડીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ મવડી સ્મશાન સામે કણકોટ રોડ પર ક્રિસ્ટલ હેવન એપાર્ટમેન્ટમાં રહેતા વીણાબેન દિનેશભાઈ પટેલ (ઉ.વ 62) નામના વૃદ્ધાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે તે તથા તેમના પતિ બંને ઘરેથી કટારીયા શોરૂમની પાછળ આવેલ તુલસી હાઈટમાં રહેતા જેઠ વિનોદભાઈના ઘરે જવા માટે નીકળ્યા હતા. પતિ બાઈક ચલાવતા હતા અને તેઓ પાછળ બેઠા હતા.


સાંજના સવા પાંચેક વાગ્યા આસપાસ ફિલ્ડ માર્શલ રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટના બીજા ગેટ પાસે પહોંચતા પાછળથી અચાનક એક બાઈક આવ્યું હતું તેણે બાજુમાં બાઇક ચલાવી ફરિયાદીના ગળામાં ઝોંટ મારી તેમણે પહેરેલી સોનાની માળા આંચકી લીધી હતી બાદમાં તે પરસાણા ચોક તરફ નાસી ગયો હતો. ત્યારબાદ ફરિયાદીના પતિએ પુત્રને ફોન કરી અહીં બોલાવ્યો હતો. બાદમાં આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં રૂપિયા એક લાખની સોનાની માળાની ચીલઝડપ થયાં અંગે ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી આ રૂટના સીસીટીવી ફૂટેજના આધારે સમડીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application