રાજકોટ શહેર પ્રગતિની ભલે હરણફાળ ભરી રહ્યું હોય મહાપાલિકા દ્રારા સ્માર્ટ સિટીના દાવા થતાં રહે છે, પોલીસ દ્રારા પણ ટ્રાફિક સમસ્યા માટે પ્રોજેકટ કે ભરતીઓ થતી રહે છે પણ શહેરમાં આ સમસ્યા વકરતી અટકી શકી નથી અને એમાય કોટેચા ચોકના ટ્રાફિક ટેરરથી તો આંખે અંધારા આવે તેવી સમસ્યાનો કોઈ તોડ હોય તો એકમાત્ર છે કોટેચા ચોકમાં ઉભેલુ મહાકાય સર્કલ હટાવવું. જો સર્કલ હટાવવામાં કે નાનુ કરવામાં આવે તો કાયમી ઉકેલ આવી શકે. રોજિંદા હજારો વાહનધારકોને યાતનામાંથી મુકિત મળી શકે.
અહીં રોજિંદા ટ્રાફિક સમસ્યા, વાહનોની કતારો હોય છે પોલીસ તો બ, પાંચ, પંદરનો પોઈન્ટ પર સ્ટાફ વધારે પણ એથી શું ફર્ક પડશે, હા પોલીસ હશે તો આડા અવડા ઘૂસતા કે ચાલતા વાહનો થોડા નિયમબધ્ધ રહેશે પરંતુ વાહનો પાસ થવાની જગ્યાનો જ અભાવ છે તેથી વાહનધારકો અને પોલીસ બન્નેનો પન્નો ટૂંકો પડે છે અને રોજબરોજ હજારો વાહનો કોટેચા ચોકને જોડતા તમામ માર્ગેા પર જામમાં ફસાયેલા રહે છે.
કોટેચા ચોકમાં મુખ્ય સર્કલ બનાવાયું ત્યારે મહાપાલિકાનો આશય રાજમાર્ગ પર એક નજરાણું રહે તેવો હતો. અને એ સમયે લાખો રૂપિયા ખર્ચીને કોટેચા ચોકમાં મહાકાય સર્કલ બનાવાયું બ્યુટિફિકેશન કરાયું. હવે આ જ સર્કલ રોજબરોજ વધી રહેલા ટ્રાફિક અને કાલાવાડ રોડ, યુનિવર્સિટી રોડ તરફના નવા રાજકોટની હરણફાળ વિકાસને લઈને અસંખ્ય રહેણાંક સોસાયટીઓ બહત્પમાળી ઈમારતો વધી છે તેને લઈને આ બન્ને વિસ્તારોમાં રહેનારા કે વ્યવસાયનો વ્યાપ પણ વધ્યો હોવાને લઈને વાહનોની સંખ્યા, ટ્રાફિક પણ એટલો વધ્યો છે., હવેની સ્થિતિને નજરલક્ષમાં લઈને મહાપાલિકાએ સર્કલ નાનું કરવું અથવા હટાવવું જરૂરી બન્યું છે. મહાપાલિકાનો એ વખતો સારો આશય અત્યારે લાખો લોકો, હજારો વાહનચાલકો માટે અવરોધ કે અડચણ બની ગયો છે.
કોટેચા ચોકની ટ્રાફિક સમસ્યા અત્યારે સૌથી વધુ ત્યાંથી પસાર થનારા રોજિંદા હજારો વાહનધારકો, સ્કૂલ, કોલેજના અસંખ્ય વિધાર્થીઓ તેમજ પોલીસને છે. કારણ કે વાહનધારકોએ આ અિપરિક્ષામાંથી રોજ પાસ થવાનું ટ્રાફિક પોલીસે રોજ સવારથી રાત સુધી ગમે તેવા વાતાવરણમાંા આ સળગતી સમસ્યામાં ખડેપગે ઉભા રહી પગે પાણી ઉતારવાના રહે છે.
પોલીસ તત્રં કહે છે કે મહાપાલિકાને રજૂઆત કરાઈ છે સર્કલ નાનું કરવા કે હટાવવા તો મહાપાલિકામાં ઈચ્છા શકિતનો અભાવ છે કે પછી પ્રજાજનો ભલે હેરાનપરેશાન થાય આપડે તો નીકળવું હોય ત્યારે લાઈટ, સાયરન વગાડતા નીકળી જશું તેવી કઠોર નીતિ હશે
મહાપાલિકાઅ તજજ્ઞો પાસે કરાવેલો સર્વે રિપોર્ટ ફાઈલમાં જ
મહાપાલિકા દ્રારા પણ રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યાનો તોડ કાઢવા માટે તેમની પગારદાર ઈજનેરોની તો ફૌજ છે જ છતાં ખાસ એવીએનઆઈટક્ષ નામની સુરતની ટ્રાફિક પર કામ કરતી તજજ્ઞોની ટીમ પાસે સર્વે કરાવ્યો હતો. રાજકોટમાં આ ટીમે માર્ગેાનો અભ્યાસ કર્યેા હતો. મહત્તમ જગ્યાએ સર્કલો મોટા હોવાના કારણે ટ્રાફિક ઉદભવતો હોવાનું તારણ આપ્યું હતું. જેમા કોટેચા ચોકના ટ્રાફિક માટે પણ મહાકાય સર્કલ નાનું કરવાનો રિપોર્ટ હતો. આ સર્વેને પણ મહિનાઓ થયા છતાં એજન્સીના તજજ્ઞો, ઈજનેરોએ આપેલા અભિપ્રાય, રિપોર્ટ પર આજ સુધી ખરાઅર્થમાં પબ્લિકલી કોઈ ગ્રાઉન્ડ રિયાલિટી વર્ક મહાપાલિકા દ્રારા કરાયું નથી. શું ઈચ્છા શકિતનો અભાવ હશે? કે પછી શાસકો કે અન્ય કોઈની લીલીઝંડીની રાહ હશે
અનેક વખત મહાપાલિકામાં ધ્યાન દોયુ છે: એસીપી ટ્રાફિક
રોજેરોજ કોટેચા ચોકમાં ટેરેફીક ટ્રાફિક જામ સંદર્ભે ટ્રાફિક એસીપી જે.બી.ગઢવીના આ કહેવા મુજબ કોટેચા ચોકમાં ટ્રાફિક સમસ્યા હળવી થાય એ માટે પોલીસ તત્રં દ્રારા તો પ્રયાસો થઈ જ રહ્યા છે. મહિલા કોલેજ અંડરબ્રિજ તરફથી આવતા વાહનોને જો સામેની સાઈડમાં જવુ હોય. સ્વામિનારાયણમંદિર કે એ તરફતો કોટેચા સર્કલને ટર્ન ન લેવો પડે માટે વચ્ચેથી જ માર્ગ ખુલો કરી દેવાયો છે. અન્ય આવા બીજા પણ ફેરફાર કર્યા છે પરંતુ મુખ્ય સમસ્યા ચોકમાં ચારે માર્ગ તરફથી આવતા વાહનો એકબીજા માર્ગ તરફ ફંટાય વળે ત્યારે ચોકમાં જામ થવાથી છે એનો ઉકેલ કાંતો સર્કલને સાવ દૂર કરવામાં આવે અથવા તો સર્કલ નાનુ કરવામાં આવે તો વાહનોને પાસ થવામાં વધુ સ્પેશ મળી શકે અને સમસ્યા ઉકેલી શકાય. સર્કલ નાનુ કરવા બાબતે મહાપાલિકામાં વારંવાર કહેવામાં આવે છે પરંતુ હજી કાંઈ ઠોસં પગલાં લેવાયા નથી. ટ્રાફિક ડીસીપીના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક સર્વે માટે સ્પેશિયલી દિલ્હીથી ટ્રાફિક તજજ્ઞોની ટીમ બોલાવાઈ હતી તેમનો અભિપ્રાય પણ સર્કલો નાના કરવાનો હતો જે ધ્યાન પણ મહાપાલિકાને મુકાયું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech