રાજકોટ : ધોરાજીના કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી એક લાખ પડાવી લેતી ટોળકી સામે ગુનો નોંધાતા ચકચાર મચી ગઈ હતી. ધોરાજીના હિરપરા વાડીમાં રહેતાંઅને જૂનાગઢ રોડ પર રાધે એન્જીનીયરીંગ નામનું લેથ મશીનનું કારખાનું ધરાવતા પારસભાઈ પરસોતમભાઈ સોજીત્રા (ઉ.વ.૨૯)નો યુવક પાંચેક મહિના સોશિયલ મીડિયામાં રિલ્સ જોતો હતો ત્યારે તેમાં આવતી ફ્રેન્ડશીપ નામની કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. આ એપમાંથી હાઈ નો મેસેજ આવતા યુવકે રીપ્લાય આપી વાતચીત શ કરી હતી. આ દરમિયાન ગત તા.૨૨ના યુવકને સાંજે સાડા સાતેક વાગ્યે મેસેજ કરવાનું કહેતા યુવકે મેસેજ કર્યેા હતો જેમાં સામેની વ્યકિતએ જણાવ્યું હતું કે, સાડા નવેક વાગ્યે ઉપલેટા આવ જે મારે તને એક સ્પેશિયલ પર્સન સાથે મુલાકાત કરાવવાની છે, આથી યુવક ઉપલેટા નેશનલ હાઇવે પર આવેલા બ્રીજ પાસે પહોંચી મોકલવામાં આવેલા લોકેશનના આધારે સ્થળ પર પહોંચ્યો હતો. એક વાડીમાં આવેલી ઓરડીમાં પહોંચ્યો હતો. યુવક અંદર જતા જ ત્યાં હાજર છોકરાએ ઓરડીનો દરવાજો બધં કરી દીધો હતો અને યુવક કઈ સમજે એ પહેલા આ છોકરાએ પોતાનુ અને યુવકનું ટી–શર્ટ કાઢી નાખતા યુવક ગંભરાઈ જઈ આ બધું શું છે પૂછતાં જ અન્ય ત્રણ શખ્સો ઓરડીમાં આવી ગયા હતા અને યુવકને ખાટલા ઉપર પાડી દઈ કારની ચાવીને મોબાઈલ ઝૂંટવી લઇ યુવકને બળજબરી પૂર્વક ન કરી તેનો વિડીયો ઉતારી લીધો હતો. અને કહેવા લાગ્યા હતા કે તું અમારી જમીનમાં કેમ આવ્યો છો અને તે મારા ભત્રીજા સાથે રેપ કર્યેા છે હવે તને પોલીસ સ્ટેશને ન હાલતમાં લઈ જવાનો છે. અને તારો વિડીયો વાયરલ કરી દઇશ તેમ ધમકી આપતા યુવક આજીજી કરવા લાગ્યો હતો અને મેં કાંઈ કયુ નથી તેમ કહેતા તેને મારમારી પર્સમાં રહેલા .૧૫૦૦ની લૂંટ ચલાવી હતી. અન્ય શખ્સ પૈસા આપી સમાધાન કરવાનું કહેતા .૮૦ હજાર આપવાનું નક્કી થયું હતું. બાદમાં ત્યાં બે અજાણી મહિલાઓ પણ આવી ગઈ હતી અને બધા મળી એક લાખ પિયાનું કહ્યું હતું.
ડરી ગયેલા યુવકે મિત્રો પાસેથી ઓનલાઇન પૈસા મગાવી શખ્સને ગુગલ પે કર્યા હતા જેમાં પ્રતિક નટવરલાલ ગજેરા નામ લખાયેલું જોવા મળ્યું હતું. સમાધાન થતા યુવકે શખ્સનું નામ પૂછતાં પોતાનું નામ રઘુ રાઠોડ અને ઉપલેટાનો વતની હોવાનું કહ્યું હતું. અને આ વાત કોઈને કરીશ તો સારાવટ નહીં રહે તેમ ધમકી આપતા યુવક ઘરે આવી ગયો હતો. જે બાદ તા.૨૯ના કોઈ નિકુંજ પટેલનો ફોન આવ્યો હતો અને ફોનમાં કહ્યું હતું કે, તા.૨૨ ના તમે જેને મળવા આવ્યા હતા એ અમારા ભત્રીજાએ દવા પી લીધી છે અને હોસ્પીટલમાં દાખલ છે અને ત્રણ લાખનો ખર્ચેા છે, જે તમારે આપવા પડશે, નહીતર અમે તમારી ઉપર પોલીસ ફરીયાદ કરીશું આથી યુવકે વધુ પૈસા આપવાની ના પાડી હતી. બીજો કોઈ રઘુ રાઠોડનો ફોન આવ્યો હતો અને વોટસએપમાં જે છોકરો દવા પી ગયો છે તેની દવાનું અને એમ્બયુલન્સનુ બીલ મોકલ્યું છે એ તમારે આપવાનું છે. આથી એ છોકરાનું નામ ચીરાગ પટેલ હોવાનું જાણવા મળ્યું હતું. આ બધાના ફોનથી કંટાળી યુવકે પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપતા બધા ફોટા ડીલીટ કરી નાખ્યા હતા અને સમગ્ર ઘટનાની યુવકે ધોરાજી પોલીસ સમક્ષ આપવીતી વર્ણવતા પોલીસે ચિરાગ પટેલ, નિકુંજ પટેલ, પ્રતીક નટવરલાલ ગજેરા, રઘુ રાઠોડ અને બે અજાણી મહિલા સહિત સાત શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ટોળકીને સંકજામાં લઈ વધુ પુછપરછ હાથ ધરી છે..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application