સાવરકુંડલામાં ઓનલાઇન જૂગાર ઘણાં સમય પહેલાથી ગલીએ ગલીએ શરૂ થઇ ગયા છે અને કોઈપણ જાતના ખૌફ વિના ખુલ્લે આમ વગર રોકટોક બેફામ ધમધમી રહ્યા છે. તંત્ર પણ મૂકપ્રેક્ષક બનીને તમાશો જ નિહાળી રહ્યું હોય તેઓ માહોલ ઉભો થતા આખરે આના વિશે જુદા જુદા વિસ્તારોમાંથી સિનિયર સીટીઝનો દ્વારા અવાર નવાર પોતાની આસ્થા ઉપર કઠુરા ઘાત થતો હોવાનો સૂર ઉઠતા, આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. નવાઈની વાત એ છે કે, આવી દુકાનો આગળ પડદા લગાવેલા હોય છે. નવા અંચળા યંત્રોની આડશમાં ફરીથી નાના માણસોને અદ્યતન જુગારના રવાડે ચડાવીને કમાણી કરવાનું શરૂ કરી દીધું છે. જવાબદાર તંત્ર પણ આશ્ર્ચર્યજનક રીતે સતત મૌન સેવી રહ્યુ છે એ બાબત સ્થાનિક રહીશો માટે વિશેષ આઘાતજનક છે. શહે૨માં વસતાં મધ્યમ વર્ગના લોકો અને મજુર વર્ગના લોકો વાળા રહેણાંક વિસ્તારમાં દુકાનોમાં મોટી સ્ક્રીનવાળા ટેલિવિઝન અને કમ્પ્યુટ૨ રાખીને વીડિયો ગેમનાં નામે વરલી મટકાના જુગાર ખુલ્લ ેઆમ રમાડવામાં આવે છે. શહેરમાં વસતાં યુવાનો, મજુરો અને મધ્યમ વર્ગના લોકો રાતોરાત માલદાર બનવાની લાલચમાં પોતાની મજુરીની રોજિંદી કમાઈ પણ જુગાર રમવામાં હારીને બરબાદી તરફ આગળ વધી રહ્યા છે. વધુ જુગા૨ ૨મવા માટે વ્યાજખોરોનાં વિષચક્રમાં ફસાઈ ઘર છોડવા કે જીવ ગુમાવવાની નોબત આવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર યુવાનોને વિવિધ પ્રકારની પ્રોત્સાહક યોજનાઓ દ્વારા વિકાસના પંથે લઈ જવાના અથાક પ્રયત્નો કરી રહી છે ત્યારે આવા તત્વો પોતાના નિજી સ્વાર્થ માટે અઢારમી સદીમાં ધકેલી રહી છે અને સરકારના ઈરાદાઓ ઉપર પાણી ફેરવી રહ્યા છે. ધીમે ધીમે શહેરના સંગઠનો એકઠા થઈ જનતા રેડ કરી આવા હાટડાઓ જાતેજ બંધ કરાવવા વિચારી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર આ બાબતે તાત્કાલિક લાલ આંખ કરે તે અત્યંત જરૂરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PM10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech