ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કુમુદવાડી વિસ્તારમાં વિજયભાઈ છગનભાઈ ગોલાણીયાને એચ.એસ.ઓનલાઇન માર્કેટીંગ પ્રા.લી.ના માલિક રજનીભાઈ વલ્લભભાઈ પટેલ રજી.ઓફિસ-જુનાગઢવાળાએ સાથે મળી વિજયભાઈનાં કબ્જા-ભોગવટાની દુકાને ઓપરેટર રાખી પોતાનાં આર્થિક લાભ સારૂ બહારથી આવેલ માણસો પાસે યંત્રના નામે દર પાંચ મિનીટે ઓનલાઇન યંત્ર વિજેતા જાહેર કરી ગ્રાહકોએ લગાડેલ રકમની વિજેતા ગ્રાહકને નવ ગણી રકમ ચુકવી અને વિજેતા સિવાયના ગ્રાહકો પાસેથી રોકડ રકમ મેળવી નસીબ આધારીત યંત્રનો ઓનલાઈન હારન્જીતનો જુગારનો અખાડો ચલાવી જુગાર રમી-રમાડતા રેડ દરમ્યાન રોકડ રૂ.૩૦,૩૬૨ યંત્રના મશીન તથા કોમ્પ્યુટર સીસ્ટમ કિ.રૂ.૨૦,૦૦૦, કાર્ડ સ્કેનર-૧ કિ.રૂ.૫૦૦, મોબાઇલ નંગ-૧૩ કિ.રૂ.૧,૯૪,૦૦૦, વાઈ-ફાઈ રાક્ટર-૧ કિ.રૂ. ૫૦૦ સહીત કુલ રૂ.૨,૪૫,૩૬૨ ના મુદ્દામાલ સાથે ૧૨ શખ્સોને ઝડપી.લીધા હતા.
ભાવનગર લોકલ.ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રહે સ્ટાફને મળેલી બાતમીના આધારે કુમુદવાડી, માલધારી સોસાયટીમાં તપાસ કરતા વિજયભાઈ છગનભાઇ ગોલાણીયા (રહે.ચિત્રા) કબ્જા-ભોગવટાની કુમુદવાડી, માલધારી સોસાયટીમાં આવેલ ફિટરના ડેલાની સામેના ભાગે આવેલ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફલોર ઉપર આવેલ દુકાનમાં એચ.એસ.માર્કેટીંગ નામની ફ્રેન્ચાઇઝીમાં બહારથી માણસોને બોલાવી પોતાના આર્થિક લાભ માટે દુકાનમાં રાખેલ મશીનમાં યંત્રોના ચિત્રો ઉપર રોકડ રકમ મુકાવી યંત્રનું ચિત્ર જાહેર કરી વિજેતાને તેણે લગાડેલ સેકડ રકમને બદલે દસ ગણી રોકડ રકમ આપી રૂપિયાનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમાડી જુગારના હિસાબના રોકડા રૂપિયા મેળવી ખાડામાં જુગાર રમવા આવેલ માણસોને સવલતો પુરી પાડી જુગારનો અખાડો ચલાવે છે. જે અંગે બાતમીના આધારે એલસીબી ટીમે રેડ કરતા કરાવતાં બાતમીવાળી જગ્યાએ જુગાર ચાલુ હોવાનું જણાય આવ્યું હતું. જે અંગે શકિત કૃપા એન્ટરપ્રાઇઝનું બોર્ડ લગાડેલ દુકાને તપાસ કરતા કુલ-૧૨ શખ્સો હાજર મળી આવ્યા હતા. વિજયભાઈ છગનભાઇ ગોલાણીયા (ઉ.વ.૩૨ ધંધો-વેપાર રહે.પ્લોટ નંબર-૧૪૭, મહેશ્વરી સોસાયટી, ચિત્રા) તેમજ કૌશિકભાઇ મુળદાસભાઇ ગોંડલીયા (ઉ.વ.૩૨ ધંધો-કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી રહે. ગવર્નમેન્ટ કવાર્ટર, શંકર મંદિરની બાજુમાં, જેલ પાછળ), ભુપતભાઈ લાખાભાઈ રાઠોડ (ઉ.વ.૪૯, રહે.મફતનગર ખોડિયાર ચોક,બોરતળાવ), નિલેશભાઈ જેન્તીભાઇ રાઠોડ (ઉ.વ.૨૮, રહે. મફતનગર ખોડિયાર ચોક,બોરતળાવ), રહે.ઘનશ્યામભાઈ જીણાભાઈ ચૌહાણ (ઉ.વ.૨૯, રહે.દામનગર,તા.લાઠી,જી.અમરેલી), મહેન્દ્રભાઈ જેન્તીભાઇ રાઠોડ (ઉ.વ.૨૬, મફતનગર ખોડિયાર ચોક,બોરતળાવ), મહેન્દ્રભાઈ દશરથભાઈ ખસિયા (ઉ.વ.૨૧, રહે. મફતનગર ખોડિયાર ચોક,બોરતળાવ), શંભુભાઈ રસાભાઈ શિયાળ (ઉ.વ.૩૩, રહે. ફિલ્ટરના ડેલામાં કુમુદવાડી,મુ.બગદાણા), સાગર ઉર્ફે મહેશભાઈ પ્રતાપભાઈ જાંબુકિયા (ઉ.વ.૨૬, રહે. મફતનગર ખોડિયાર ચોક,બોરતળાવ), હરેશ ઉર્ફે વિજય ભુપતભાઈ રાઠોડ (ઉ.વ.૨૬, રહે. મફતનગર ખોડિયાર ચોક,બોરતળાવ)ને ઓનલાઇન યંત્ર પાર જુગાર રમતા ઝડપી.લીધા હતા. અને રોકડ સહીત કુલ રૂપિયા ૨,૪૫,૩૬૨ નો મુદ્દામાલ કબજે કરી બોરતળાવ પોલીસ મથક ખાતે સોંપી આપી જુગારધારા કલમ હેઠળ ગુનો દાખલ કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMબંધારણમાં સમાજવાદી-સેક્યુલર જેવા શબ્દો ઉમેરવાના કેસમાં ચુકાદો અનામત; કોર્ટે કરી મહત્વપૂર્ણ ટિપ્પણીઓ
November 22, 2024 05:00 PMવિનોદ તાવડેએ 5 કરોડના આરોપમાં રાહુલ ગાંધી અને ખડગેને 100 કરોડની નોટિસ મોકલી
November 22, 2024 05:00 PMઆસારામે સજા સ્થગિત કરવાની કરી માંગ, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ આપી માંગ્યો જવાબ
November 22, 2024 04:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech