જામનગરમાં વિજયનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી જુગારધામ પકડાયું

  • December 25, 2023 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસે પાડેલા દરોડામાં રૂપિયા ૧,૭૧,૦૦૦ ની માલમત્તા સાથે પાંચ પત્તાપ્રેમીઓ પકડાયા


જામનગરમાં વિજયનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતા જુગાર ધામ પર પોલીસે દરોડો પાડયો હતો, અને પાંચ પત્તા પ્રેમીઓને ઝડપી લઇ ૧,૭૧,૦૦૦ની માલમતા કબજે કરી છે.


જામનગરના વિજયનગર વિસ્તારમાં રહેતા રાજેશ ભીમશીભાઈ વરુ નામના શખ્સ ના રહેણાંક મકાનમાં જુગારધામ ચાલી રહ્યું છે, અને આસપાસના વિસ્તારમાંથી કેટલાક શખ્સો એકત્ર થઈને જુગાર રમવા આવી રહ્યા છે, જે બાતમી ના આધારે સીટી સી. ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો.


જે દરોડા દરમિયાન મકાન માલિક સહિત પાંચ પત્તા પ્રેમીઓ જુગાર રમતાં મળી આવ્યા હતા.આથી પોલીસે મકાન માલિક રાજેશ ભીમશીભાઈ વરુ તેમજ વિપુલ શંકરભાઈ દામા, અરજણભાઈ સીદાભાઈ આંબલીયા, રણછોડભાઈ તરશીભાઈ ધારવીયા અને રણજીતસિંહ દેવુભા રાઠોડ ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા ૧,૭૧,૨૦૦ની માલમતા કબજે કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application