BREAKING NEWS

લસણ-ડુંગળી ઊંચા ભાવે વેચાવી આપવાની લાલચે ૧૭.૮૫ લાખની ઠગાઇ કરનાર પકડાયો

  • October 09, 2025 03:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



A fraudster caught trying to sell garlic and onions at a high price

ગોંડલના ચરખડી ગામના ખેડૂતને લસણ અને ડુંગળી ડી-માર્ટમાં ઊંચા ભાવે વેચી આપવાની લાલચ આપી તેમની સાથે 17.85 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. જે ગુનામાં ફરાર આરોપી સંદીપ સગપરિયાને ગોંડલ તાલુકા પોલીસે ભુજથી ઝડપી લીધો હતો. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા તેના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.


જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલના ચરખડી ગામે રહેતા કિશોરભાઈ બાવનજીભાઈ કથીરિયા (ઉ.વ 50) નામના ખેડૂતે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગત તા. 23/9/2025 ના પોતાના ગામમાં જ રહેતા સંદીપ ગોવર્ધનભાઈ સગરીયા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આરોપીએ પોતે ડી-માર્ટના એજન્ટ હોવાનું કહ્યું દલાલીના 10 ટકા રૂપિયા લેતા હોવાનું કહ્યું ખેડૂતને વિશ્વાસમાં લઈ ખેતીવાડી પાકના ઉત્પાદનનું ડી-માર્ટમાં ઊંચા ભાવે વેચાણ કરી આપવાની લાલચ આપી ફરિયાદી પાસેથી 363 મણ લસણ તથા તેમના બનેવી મિતેશભાઈ સાવલિયાની વાડીએથી 350 મણ ડુંગળી મંગાવી બાદમાં અલગ અલગ ચાર્જિસના નાના ખેડૂત પાસેથી રૂપિયા 17.85 લાખ લઈ લીધા બાદ ડુંગળી લસણનો જથ્થો લઈ જઈ પૈસા ન આપી છેતરપિંડી કરી હતી. જેમાં ફરિયાદ નોંધાવવામાં આવતા ગોંડલ તાલુકા પોલીસે આ અંગે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.


દરમિયાન ડીવાયએસપી કે.જી.ઝાલાની રાહબરી હેઠળ ગોંડલ તાલુકા પોલીસ મથકના પીઆઈ વી.એમ.ડોડીયાની રાહબરીમાં ટીમે તપાસ હાથ ધરી ખેડૂત સાથે છેતરપિંડી કરનાર આરોપી સંદીપ ગોવર્ધનભાઈ સગપરીયા (ઉ.વ 33 રહે. ચરખડી તા. ગોંડલ) ને ભુજથી ઝડપી લીધો હતો. પોલીસે આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા અદાલતે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કામગીરીમાં ગોંડલ તાલુકા પોલીસ મથકના એએસઆઇ આર.એચ.બોહરા કર્મરાજસિંહ પરમાર, હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રતાપસિંહ સોલંકી, કમલેશભાઈ કમેજાળીયા અને કોન્સ્ટેબલ પરેશભાઈ, રવિરાજસિંહ, રણજીતભાઈ, જયદીપભાઇ, ભગીરથભાઈ, ભરતભાઈ, પૃથ્વીસિંહ અને જયદીપસિંહ સાથે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application