ચાર વર્ષના બાળકના હૃદયના કાણાનું થયુ સફળ ઓપરેશન

  • April 17, 2025 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના  છાયા વિસ્તારમાં રહેતા ચાર વર્ષના બાળકને હૃદયમાં કાણુ હોવાથી તેનું નિ:શુલ્ક ઓપરેશન કરી આપવામાં આવ્યુ હતુ.
પોરબંદર શહેરના છાયા વિસ્તારમાં રહેતા ચાર વર્ષ સાહિદ સિરાજ ઠેબા નામના બાળકને જન્મજાત ખોડ-ખાંપણ અને હૃદયમાં મોટું કાણું હોવાના કારણે તેનું સ્વાસ્થ્ય નબળું રહેતું હતું. વજન ન વધતું, વારંવાર બીમાર રહેતો, અને તેને સતત નબળાઈ રહેતી હતી.
 તેના પરિવારજનોએ આ સમસ્યાને લઈને ચિંતામાં હતાં, પરંતુ યોગ્ય સારવારનો ખર્ચ તેમની ક્ષમતા બહાર હતો. સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (આર.બી.એસ.કે.) હેઠળ, આરોગ્ય વિભાગના સમયસર સલાહ અને તારી યોજના થકી વિનામૂલ્યે સર્જરીથી સાહિદને નવું જીવન મળ્યું છે.
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના ડો. જિતેન્દ્ર મારુએ માહિતી આપતા જણાવ્યું કે ૦ થી ૧૮ વર્ષના બાળકોના આરોગ્યની સંભાળ માટે  આર.બી.એસ.કે.કાર્યક્રમ કાર્યરત છે. જેમાં બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવે છે. જો કોઈ બાળકમાં કોઈ જન્મજાત ખોડ-ખાંપણ હોય અથવા તેને વિશેષ સારવારની જ‚ર હોય, તો તેને  આર.બી.એસ.કે. હેઠળ નિષ્ણાત તબીબો પાસે મોકલવામાં આવે છે અને જ‚રી સારવાર કરાવવામાં આવે છે.  
વધુમાં તેમણે જણાવ્યું કે જ્યારે આર.બી.એસ.કે.ની ટીમ દ્વારા સાહિદની તપાસ કરવામાં આવી, ત્યારે તેના હૃદયમાં મોટું કાણું હોવાનું જાણવા મળ્યું.આ ગંભીર હૃદયરોગ જિંદગી માટે જોખમી સાબિત થઈ શકવાની સંભાવના જણાતી હતી.તે માટે યોગ્ય સારવાર જ‚રી હતી તેથી આરોગ્ય વિભાગે સાહિદના માતા-પિતાનું સતત કાઉન્સેલિંગ કરીને ઓપરેશન માટે સહમત કર્યા હતાં  
એક મહિના પહેલા સાહિદને અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા તેનું ઓપરેશન કરવામાં આવ્યું. આખી પ્રક્રિયા આર.બી.એસ.કે. હેઠળ મફતમાં કરવામાં આવી, જેના કારણે પરિવારજનોને કોઈપણ આર્થિક બોજો પડ્યો નહીં.
સાહિદના માતા એ જણાવ્યું હતું. કે, આંગણવાડીમાં ડોકટરોની તપાસ દરમિયાન જાણ થઈ કે સાહિદને હૃદય સંબંધિત બીમારી છે તેની સારવાર કરાવતાં ડર લગતો હતો પણ આર.બી.એસ.કે.ની ટીમ દ્વારા મફત સારવાર અને ઓપરેશન કરાવવાથી બાળકને તકલીફમાંથી રાહત થશે તેનો વિશ્ર્વાસ વ્યક્ત કરતાં અમે ઓપરેશન માટે તૈયાર થયા હતાં અને  આર.બીે.એસ.કે. કાર્યક્રમના લાભથી આ સંપૂર્ણ સારવાર મફતમાં કરવામાં આવી, અને સાહિદે એક નવા સ્વસ્થ જીવનની શ‚આત કરી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે મફત સારવારથી મોટી રાહત થઈ છે.જો આ ઓપરેશન ખાનગી હોસ્પિટલમાં કરાવ્યું હોત, તો અંદાજે ત્રણથી સાડા ત્રણ લાખ ‚પિયાનો ખર્ચ આવી શક્યો હોત. પરંતુ તે આર્થીક રીતે પરવડે તેમ ન હતું સરકારના સહકારથી મફત સારવાર મળી છે.
સાહિદ હવે સંપૂર્ણ સ્વસ્થ  પરિવારજનો આનંદિત
ઓપરેશનના પછી સાહિદ સંપૂર્ણપણે સ્વસ્થ છે, તેનું વજન વધવા લાગ્યું છે અને તે હવે અન્ય બાળકોની જેમ રમતા-ફરતા લાગ્યો છે.પરિવારજનો પણ ખૂબ ખુશ છે અને હવે પોતાના બાળકના ભવિષ્ય અંગે નિશ્ર્ચિંત છે.  
સાહિદના માતાએ આરોગ્ય વિભાગ અને સરકારનો આભાર વ્યક્ત કર્યો, કે જેમના પ્રયાસોથી સાહિદને મફતમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત સારવાર મળી અને તે નવી અને સ્વસ્થ જીવનશૈલી અપનાવી શક્યો.અને આ કામગીરીમાં આરોગ્ય વિભાગમાંથી ડો.રશ્મિ પોપટ, ડો જીતેન્દ્ર મા‚,ફિમેલ હેલ્થ વર્કર ભાવના મકવાણા સહિતના જોડાયા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application