સુદામાનગરી પોરબંદરથી કૃષ્ણનગરી દ્વારિકા સુધીની યોજાશે પદયાત્રા

  • April 16, 2025 02:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સુદામાનગરી પોરબંદરથી કૃષ્ણનગરી દ્વારિકા સુધીની પદયાત્રા યોજાશે.તા. ૩૦-૪ને અખાત્રીજના પવિત્ર દિવસે પાંચમી વખત સુદામા મંદિર ખાતેથી પ્રસ્થાન થશે.
પાંચમી વખત આયોજન
 દ્વારકાધીશ ભગવાન શ્રીકૃષ્ણ અને ભક્ત સુદામાની અતૂટ મૈત્રીના આ આધ્યાત્મિક  સંદેશ સાથે કળિયુગમાં હરિસ્મરણ તારણ ઉપાયના ભાવ સાથે આધ્યાત્મિક જન જાગૃતિના ઉમદા હેતુસર પોરબંદરથી દ્વારિકાની પદયાત્રાનો વિચાર આપનાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સેવક ખીમભાઇ બાપોદરાના સંકલ્પ થકી  સુદામા ભક્ત સેવા મંડળ પોરબંદર   દ્વારા પ્રતિવર્ષ ની જેમ  આગામી તા ૩૦-૪-૨૫ બુધવારને અખાત્રીજના  શુભ દિને  સવારે સુદામામંદિરથી  પોરબંદર થી દ્વારકાની પાંચમી પદ યાત્રાનું આ વર્ષે ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવેલ છે.
પૂજ્ય ભાઇશ્રી કરાવશે પ્રસ્થાન
આ પાંચમી પદયાત્રા ની પૂર્વ સંધ્યાએ તા ૨૯-૪-૨૫ ને મંગળવાર ની સમી સાંજે સૌ સુદામા ભક્તો માટે શ્રી હરિમંદિરમાં સત્સંગ તેમજ ભોજન પ્રસાદનું આયોજન કરવા માં આવેલ છે. તથા બહારગામના ભક્તો માટે શ્રી હરિમંદિર, સાન્દીપનિ માં ઉતારાની વ્યવસ્થા પણ રાખેલ છે તેથી સર્વે પદ યાત્રીઓ એ અવશ્ય ઉપસ્થિત રહેવુ. પ્રસ્થાન તારીખ ૩૦-૪-૨૫ ના રોજ શ્રી સુદામા મંદિર પોરબંદર થી પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, સંત -મહંતો તથા મહાનુભાવો પદ યાત્રા નો શુભારંભ કરાવશે. 
વિસાવાડામાં ધર્મસભાનું આયોજન
આ પદ યાત્રા દરમિયાન તા ૩૦-૪-૨૫ ને બુધવાર ના રોજ રાત્રે ૯-૦૦ કલાકે વિસાવાડા મુકામે ક્રિકેટ  ગ્રાઉન્ડમાં ભવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવેલ છે આ  ધર્મ સભામાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા એવમ અન્ય સંત -મહંતો ના પ્રવચનો યોજાશે સર્વે  ભક્તોને આ ધર્મ સભામાં જોડાવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે તેમજ દરેક પડાવ ઉપર વિવિધ રામ ધૂન મંડળ દ્વારા શ્રી રામધૂન નું આયોજન કરવા માં આવેલ છે.
દરરોજ રાત્રે ભજનકીર્તન સહિત કાર્યક્રમો યોજાશે
   તા ૩૦-૪-૨૫ બુધવાર થી તા ૩-૫-૨૫ -૪-૨૫ રવિવાર દરમિયાન ચાર દીવસીય પદ યાત્રાનું  પ્રથમ રાત્રી રોકાણ ભરતભાઈ રાજાભાઈ કુછડીયા ની વાડી બપોરે અને શ્રી મહેર સમાજ વિસાવડા રાત્રી રોકાણ ,બીજી રાત્રી રોકાણ  મહેર સમાજ મિયાણી બપોર અને શ્રી દગાઇ માતાજી મંદિર લાંબા રાત્રી રોકાણ,  ત્રીજી રાત્રી રોકાણ  આહીર સમાજ ભોગાત બપોરે અને દુલાભાઇ ગઢવી ની વાડી કુરગા રાત્રી રોકાણ,  ચોથી રાત્રી રોકાણ  શ્રી આવળ માં મંદિર બપોર અને દ્વારિકા  ભજન કીર્તન રાસ સાથે દ્વારકાધીસના દર્શન સાથે પદ યાત્રા વિરામ લેશે. 
વહેલીતકે નામ નોંધણી માટે થઇ અપીલ
 પદ યાત્રામાં જોડાવા માટે નીચેનો સંપર્ક સાધી શકાશે જેમાં  રણછોડ ભાઈ જોશી મો ૯૯૨૫૧-૩૫૮૦૮, રાજુભાઈ આગઠ મો. ૭૪૮૭૦-૭૪૪૪૯૭,  ભીખુ ભાઈ ઉલવાના મો. ૯૦૫૪૯-૪૦૧૧૧, જેશા ભાઈ ગરેજા મો. ૯૮૨૫૭-૩૬૪૮૩, દાના ભાઈ લોઢવા મો ૯૬૨૪૮-૨૪૦૫૦, ભીખુભાઈ હરચડી મો ૯૯૨૫૧-૧૨૩૫૪, ડો. ઈશ્ર્વરભાઈ ભરડા મો. ૯૯૦૯૭-૩૯૭૧૮,  કૈલાસ ભાઈ વાસું મો. ૯૮૭૯૪-૬૮૧૮૧, મનજી ભાઈ લગધીર મો. ૭૮૧૪૩-૦૫૩૨૧, નાજાભાઈ ભોળા મો. ૮૦૦૦૭-૯૬૦૬૯, મનોજભાઈ મોઢા ૯૩૧૬૨-૯૧૮૩૦, મશરીજી ઓડેદરા મો ૯૦૯૯૦-૩૪૫૪૫, હીરાભાઈ લોઢવા મો. ૯૯૭૯૦-૭૮૩૭૮, નરસી ભાઈ શિયાણી મો. ૯૮૨૫૭-૧૫૯૯૩,  રામભાઈ વાઢેર મો. ૯૮૨૪૮- ૪૮૨૮૬   નો સંપર્ક સાધવનું યાદી માં જણાવાયુ છે  વિશેષ જાણકારી માટે  સુદામા  મંદિર કમ્પાઉન્ડ,  લેબોરેટરી વાળું બિલ્ડીંગ  સમય સવારે   ૧૦-થી ૧-૦૦ અને બપોરે ૪ થી ૭  કાર્યાલય  પોરબંદર નો સંપર્ક સાધી શકાશે.
સુદામાચરિત્ર કથાનું મહાત્મ્ય
ઉલ્લેખનીય છે કે  ભગવાન શ્રીકૃષ્ણ સાથે સખ્ય ભક્તિ થી જોડાયેલા બાળ સખા સુદામા ચરિત્ર કથાં- શ્રીમદ્ ભાગવતના દસમ સ્કંધ ૮૦ -૮૧: અધ્યાય માં આલેખયેલી છે શ્રીમદ્ ભાગવતનો આધાર લઈને ભક્ત  કવિ નરસિંહ મહેતા તથા ગુજરાતના સુપ્રસિદ્ધ આખ્યાનકાર કવિ પ્રેમાંનદે સુદામા ચરિત્ર લખ્યું છે. એમ  કહેવાય છે કે, પોરબંદર થી સુદામાજી દવારકાધીશ  શ્રીકૃષ્ણને  પદયાત્રા કરીને મળવા ગયા હતાં અંકિચન સુદામાની પત્ની ભૂખ્યા બાળકો નું દુ:ખ અસહ્ય બનતા સુદામાની પત્ની પતિને ભગવાન શ્રીકૃષ્ણ ની મૈત્રી નું સ્મરણ કરાવે છે અને કંઈક પામવાની આશાએ શ્રીકૃષ્ણ પાસે જવા વિનવે છે  ત્યારે સુદામા કહેછે કે, હે કલ્યાણી તમારા આગ્રહ ને વશ થઈને મિત્ર દ્વાારાકા ધીશ ને મળવા ચોક્કસ જઈશ .
 ત્યારે સુદામા પત્ની ભાવ વિભોર બનીને સુદામાજીને કહે છે કે, તમારી અતૂટ મૈત્રી નો લાભ રસ્તામાં ભક્તો (શ્રીકૃષ્ણ ) ને મળશે ભક્ત ખુશ થશે અને ભક્તો ખુશ થવાંથી શ્રીકૃષ્ણ ભગવાન પણ ખુશ  થશે સાથે સાથે રસ્તામાં ભક્તો જોડાશે અને  સત્સંગ સકીર્તન અને ધર્મ સભાનો પણ ભક્તોને મળશે અને લોક કલ્યાણની ભાવના ચરિતાર્થ પણ થશે.
  પત્ની પાડોસમાંથી માંગીને  લાવેલા પૌઆ (તાં દુલ ) શ્રીકૃષ્ણને ભેટ આપવા માટે પતિને બાંધીને આપે છે અને તેઓ પોરબંદર સુદામા પૂરીથી દ્વારકા પદયાત્રા કરીને જાય છે.
 શ્રીકૃષ્ણ -સુદામા ની અતૂટ મૈત્રીના આ આધ્યાત્મિક સંદેશ સાથે કળિયુગમાં હરિ સ્મરણ તારણ એક માત્ર ઉપાય એવા ભાવ સાથે આધ્યાત્મિક જાગૃતિ ના ઉમદા હેતુસર પોરબંદર -દ્વારિકા ની પદ યાત્રા નો ઉમદા વિચાર આપનાર શ્રી ભીમ ભાઈ બાપોદરા પણ આ પદ યાત્રામાં જોડા્યા છે  ઉજ્જૈન માં સાંદિપની આશ્રમ માં  શ્રીકૃષ્ણ -સુદામા બંને સાથે અભ્યાસ કરતા હતાં તેની મૈત્રી અતૂટ હતી કૃષ્ણ ના બાળ સખા સુદામા જીનું મંદિર સમગ્ર ભારતમાં એક માત્ર પોરબંદર ખાતે  આવેલ છે. જે પોરબંદર પંથક માટે ગૌરવ‚પ છે. 
પોરબંદર શહેર મધ્યે આવેલુ પૌરાણિક, ઐતિહાસિક પ્રાચીન  સુદામાજીના મંદિરમાં વર્ષ દરમિયાન બહારથી બધા દર્શન કરી કરી શકે પણ અખાત્રીજના પાવન દિવસે ભાવિકજનો માટે સુદામા જીના ચરણ સ્પર્શ કરવાની છૂટ અપાઈ છે. સુદામાજી ભગવાન દ્વારકાધીશને મળવા અખાત્રીજ ના દિવસે ગયા હતાં  તેની સ્મૃતિમા સુદામાના પગલે આ પાંચમી પદયાત્રા નું સુદામા ભક્ત મંડળ દ્વારા આયોજન કરવામાં આવેલ છે સુદામા અને શ્રી કૃષ્ણ નું મિલન  દ્વારિકા ખાતે થાય છે ત્યારે બને અતૂટ મિત્રો મધ્ય પ્રદેશમાં ક્ષિપ્રા નદીના કાંઠે આવેલ ઉજ્જૈનના સાંદીપનિ આશ્રમમાં ભણતા તેના સંસ્મરણો વાગોળે છે અને બને વચ્ચે જૂના સસ્મરણ  વગોળતા સંવાદ કરે છે 
 વિશ્ર્વને પ્રેરક એવી સુદામા શ્રીકૃષ્ણની અતૂટ મૈત્રી ને ઉજાગર કરવા આ પાંચમી પદયાત્રા ના આયોજનમાં સૌ ભક્ત સમુદાય જોડાઈ ને પુણ્ય નું ભાથું બાંધે છે  પ્રતિ વર્ષ અખાત્રીજ ના પવિત્ર દિને આ પદયાત્રામાં હજારો  ભાવિકજનો  સવારે ૪-૦૦ વાગે વર્ષમાં એકજ વાર આ દિવસે ચરણસ્પર્શ કરવા દેવામાં આવે છે આથી ભક્તો જનોની લાંબી શિસ્તબદ્ધ કતારો દર્શન સાથે સુદામાજીના ચરણસ્પર્શ કર્યા બાદ આ પદ  યાત્રા સુદામાચોક  મંદિર ખાતે પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા સહીતના   સંતો  -મહંતોના આશીર્વાદ સાથે જય દ્વારિકાધીશના જય ઘોષ સાથે આ ચાર દીવસીય પદ યાત્રા પ્રસ્થાન થશે.
સુદામા ભક્ત મંડળ  દ્વારા  આ પદ યાત્રા માં જોડાવા માંગતા હોઈ  તેઓ એ  સંપર્ક સાધવા ખીમ ભાઈ બાપોદરા  તથા મનોજભાઈ મોઢાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application