દ્રારકા પવિત્ર યાત્રાધામ અને મોક્ષપૂરી દ્રારકામાં પૂનમનું વિશેષ મહત્વ છે, પરંતુ ફાગણી પૂનમનું અનેં મહત્વ છે. હોળી પર કાળિયા ઠાકરનાં દર્શન કરવા માટે સમગ્ર સૌરાષ્ટ્ર્ર સહિત ગુજરાતમાંથી ભાવિક ભકતોનું ઘોડાપૂર દ્રારકા તરફ ઉમટી રહ્યું છે. આ સમયે દ્રારકાનાં માર્ગેા પર પગપાળા સંઘોની ભીડ જોવા મળી રહી છે.
દ્રારકામાં પૂનમનું વિશેષ મહત્વ મોક્ષપૂરી દ્રારકામાં પૂનમનું વિશેષ મહત્વ છે અને દર મહિને હજારો ભાવિકો પૂનમ ભરવા નિયમિત રીતે દ્રારકા આવતાં હોય છે. ત્યારે હવે હોળીને લઈને દ્રારકામાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હોળી પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા દ્રારકા પહોંચતા હોય છે, ત્યારે રસ્તાઓ પર પગપાળા શ્રદ્ધાળુઓ માટે સેવા કેમ્પ ખોલવામાં આવ્યા છે.
આજે હોળી અને કાલે કાન્હાની નગરીમાં ફુલડોલ ઉત્સવ યોજાશે આ અવસરે દેશભરમાંથી કૃષ્ણ ભકતો દ્રારકા પહોંચી ચુકયા છે એસપી નીતેશ પાન્ડેયની રાહબરી હેઠળ ૧૪૦૦થી વધુ પોલીસ સ્ટાફ વ્યવસ્થા માટે ગોઠવી દેવામાં આવ્યા છે.બંદોબસ્ત માટે એક એસપી પાંચ ડીવાયએસપી,૯૦ પીઆઈ અને પીએસઆઇ સાથે ૧૪૦૦થી વધુ પોલીસ સ્ટાફ, હોમ ગાર્ડ, જીઆરડી અને એસઆરડીના જવાનો તૈનાત રહેશે.શ્રધ્ધાળુઓ કાન્હાના સરળતાથી દર્શન કરી શકે તે માટે પોલીસ વિભાગ દ્રારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
પોલીસ વિભાગ દ્રારા ખાસ ટીમો બનાવવામાં આવી છે.જે બંદોબસ્તમાં તૈનાત રહેશે જે અશકત, વિકલાંગ અને સીનીયર સીટીઝનની મદદ માટે ઉપલબ્ધ રહેશે.ઉતમ સુરક્ષા માટે પોલીસ દ્રારા ડ્રોન કેમેરાથી મોનેટરીગ કરવામાં આવશે.
દ્રારકામાં કાલે કૃષ્ણ ભકતો ભકિતના રંગમાં રંગાઈ જશે,અબીલ ગુલાલ તેમજ કેસુડાની છોળો ઉડશે જગત મંદિર પરિસર વિવિધ રંગોમાં રંગાઈ જશે.
ફુલડોલ ઉત્સવમાં દ્રારકાધીશના દર્શનનો સમય
ફુલડોલ ઉત્સવ અંતર્ગત શ્રીજી દર્શન સમય મંગળા આરતી સવારે ૬ વાગ્યે,અનોરસ મંદિર બધં બપોરે એક વાગ્યે,ઉત્સવ આરતી ૧–૩૦ કલાકે,ઉત્સવ દર્શન બપોરે ૧–૩૦ થી ૨–૩૦, ત્યારબાદ ૨.૩૦ થી ૫–૦૦ મંદિર બંધ, સાંજે નિત્યક્રમ રહેશે.
ચાંદીની પિચકારીમાં કેસુડાના રંગથી રમશે ઠાકોરજી
આરતી પ્રારંભે કેસુડાં – કેસર જલ ચાંદીની પિચકારીમાં ભરી ઠાકોરજીસગં ધૂળેટી રમાશે. બાદ દ્રારકાધીશજીના શ્રીઅગં પર પધરાવવામાં આવેલ અબીલ–ગુલાલની છોળો(રંગ) ભાવિક ભકતોને પ્રસાદીપે ઉડાડવામાં આવશે. બપોરે ૧.૩૦ કલાકે ઠાકોરજીના રાજાધિરાજ સ્વપના પૂર્ણ શૃંગાર સાથે શ્રીઅગં પર શંખ, ચક્ર, ગદા, પધ્મ તથા અલંકારો તેમજ સફદ વો સાથેના ઠાકોરજીના દૈદિપ્યમાન સ્વપના દર્શન ખૂલ્લાં મૂકાશે. દ્રારકાધીશ જગતમંદિરમાં બપોરે ૧.૩૦ થી ૨.૩૦ કલાક સુધી ભાવિકો વચ્ચે ઠાકોરજી સન્મુખ અબીલ ગુલાલ વડે પરંપરાગત રીતે દોલોત્સવ ઊજવાશે. આ ઉપરાંત દેશ વિદેશમાં લાખો શ્રધ્ધાળુઓ ઓનલાઈનના માધ્યમથી જગતમંદિરમાં થનારા દોલોત્સવને નિહાળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર-મુંબઇ દૈનિક ફલાઇટનું પુન: આવાગમન શરૂ, મુસાફરોમાં હાશકારો
May 15, 2025 01:26 PMજામનગર શહેરમાં વિદેશી દારૂ અંગે એલસીબીના બે દરોડા
May 15, 2025 01:21 PMજામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ
May 15, 2025 01:20 PMજામનગર શહેરમાં રૂ. ૧.૮૧ કરોડની છેતરપીંડીના ગુનામાં વધુ એકની અટક
May 15, 2025 01:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech