એક પુર આવ્યું ને કબરમાંથી મૃતદેહો બહાર, જાણો સમગ્ર હકીકત

  • September 02, 2024 06:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

રાજસ્થાનની રાજધાની જયપુરમાં નૂર ડેમ તૂટવાને કારણે પૂર આવ્યું છે. ડેમના પાણીથી ખોણાગોરીયા સહિતના અનેક વિસ્તારો ડૂબી ગયા છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે લોકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી. નૂર ડેમ તૂટવાના કારણે ખોનાગોરિયા વિસ્તારમાં આવેલા કબ્રસ્તાનમાં પણ ભારે નુકસાન થયું છે. સાથે જ અજીબો ગરીબ ઘટના પણ ભાર આવી છે. કબ્રસ્તાનમાં પાણી ભરાઈ જવાને કારણે મૃતદેહો કબરોમાંથી બહાર આવ્યા અને પાણીમાં તરતા લાગ્યા હતા.


જયપુરમાં ભારે વરસાદને કારણે ખોનાગોરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત નૂર ડેમની દિવાલ તૂટી ગઈ હતી. ડેમની દિવાલમાં ભંગાણના કારણે વિસ્તારમાં પાણી ભરાયા હતા. ડેમની દિવાલ તૂટવાને કારણે સુમારે વિસ્તારમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. કારણ કે ઘણા વિસ્તારો ડેમના પાણીમાં સંપૂર્ણ રીતે ગરકાવ થઈ ગયા હતા અને લોકો પોતાના ઘરોમાં ફસાઈ ગયા હતા.


કબ્રસ્તાનમાં પાણી ભરાયા અને લાશો બહાર

ડેમ નજીક આવેલ કબ્રસ્તાન પણ ડેમના પાણીથી છલકાઈ ગયું હતું. પાણીના જોરદાર પ્રવાહના કારણે કબરો પર પી ફરી વળ્યા હતા. જેના કારણે કબરોને નોંધપાત્ર નુકસાન થયું હતું. આ દરમિયાન મૃતદેહો કબરોમાંથી બહાર નીકળી આવ્યા હતા અને પાણીમાં તરવા લાગ્યા હતા. મૃતદેહોને પાણીમાં તરતા જોઈને સ્થાનિક લોકોએ સ્થળ પર પહોંચીને પાંચેય મૃતદેહોને બહાર કાઢ્યા હતા. તેને સુરક્ષિત જગ્યાએ પણ રાખ્યા હતા. ત્યાર બાદ મૃતદેહને વિધિવટ રીતે બીજી જગ્યા એ દફન કર્યા હતા.

ડેમનું સમારકામ કરવામાં આવી રહ્યું છે

આ અંગેની માહિતી ખોણાગોરીયા પોલીસ સ્ટેશનને પણ આપવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સ્થાનિક લોકોની મદદથી પાણીમાં અંદર ઉતરીને  દોરડાની મદદથી મૃતદેહોને બહાર કાઢ્યા હતા. હાલ પાણીના પ્રવાહ પર નજર રાખવા માટે નૂર ડેમ પાસે પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. ડેમના સમારકામ માટે વહીવટી તંત્ર દ્વારા પણ પ્રયાસો હાથ ધરાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application