ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં આગ ભભૂકી ઉઠતા ઈલેક્ટ્રીક ચીજવસ્તુઓ અને ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. પાનવાડી પાસે કોળી જ્ઞાતિની વાડી સામે કાળા ડેલામાં આવેલા ધાર્મિકભાઈ રવજીભાઈ મકવાણાના રહેણાંક મકાનમાં ગત રાત્રિના સમયે આગ ભભૂકી ઉઠી હતી. જે આગની લપેટમાં ઘરની અંદર રહેલ ફ્રીઝ, ટીવી, હોમ થિયેટર, મિક્ચર સહિતનો ઈલેક્ટ્રીક તેમજ ઘર વખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જે આગની ઘટના અંગે મકાન માલિક અને સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી એક ગાડી પાણી છાંટી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે બનાવમાં સદનસીબે કોઈ જાનહાની કે ઇજા પહોંચી ન હતી. પરંતુ આગને કારણે ઘર વખારી સમાન સળગી જતા મોટી નુકશાની પહોંચી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિભાપરના ખેડુત પાસે 15 લાખના સાડા ત્રણ કરોડ વસુલવા પઠાણી ઉઘરાણી
January 13, 2025 10:24 AMએ કાઈપો છે.... પતંગરાસિયાઓ ઉત્સાહમાં : બજારમા ભારે રોનક
January 13, 2025 10:21 AMપીરોટન ટાપુ પરના ધાર્મિક સ્થળો પર તંત્ર દ્વારા ડિમોલીશન
January 13, 2025 10:21 AMઘૂસણખોરીની ફિરાકમાં બેઠેલા 20 બાંગ્લાદેશીને પાછા ખદેડાયા
January 13, 2025 10:16 AMઆફ્રિકન દેશમાં કોલેરાનો કહેર,અંગોલામાં 3ના મોત
January 13, 2025 10:15 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech