દક્ષિણ આફ્રિકાના શહેર જોહાનિસબર્ગની બહુમાળી બિલ્ડિંગમાં લાગી આગ, 73 લોકોના મોત, 52થી વધુ દાઝ્યા

  • September 01, 2023 12:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દક્ષિણ આફ્રિકાના સૌથી મોટા શહેર જોહાનિસબર્ગમાં એક બહુમાળી ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 73 લોકોના મોત થયા છે અને અન્ય 52 લોકો ઘાયલ થયા છે. ઈમરજન્સી મેનેજમેન્ટ સર્વિસે આ જાણકારી આપી અને જણાવ્યું કે આગની ઘટના ગુરુવારે વહેલી સવારે બની હતી.


જોહાનિસબર્ગ કટોકટી વ્યવસ્થાપન સેવાઓના પ્રવક્તા રોબર્ટ મુલાઉદઝીએ જણાવ્યું હતું કે ગુરુવારે સવારે લાગેલી આગમાં શહેરના કેન્દ્રીય બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં એક ઇમારત નાશ પામી હતી, અલ જઝીરાએ અહેવાલ આપ્યો હતો. અને સ્થળ પરથી અત્યાર સુધીમાં 73 મૃતદેહો મળી આવતા મૃત્યુઆંક વધી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application