ઈરાકની રાજધાની બગદાદમાં કોવિડ હોસ્પિટલમાં આગ : 82ના મોત 110 ગંભીર રીતે દાઝ્યા

  • April 26, 2021 03:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈરાકની રાજધાની બગદાદમાં કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની સારવાર ચાલી રહી હતી. તે હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડર ફાટવાના કારણે આગ લાગી હતી. અને શનિવારે મોડી રાતથી અત્યાર સુધીમાં 82 લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે 110 અન્ય ઘાયલ થઇ ગયા છે. અધિકારીઓના જણાવ્યાનુસાર ફાયર બ્રિગેડના કર્મચારીઓ આગ ઉપર કાબુ મેળવવાની કોશિશ કરી રહ્યા છે અને ઈબ્ન અલ ખાતિબ હોસ્પિટલમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુર્ઘટના સમયે હોસ્પિટલના આઈસીયુમાંથી ગંભીર રીતે ઘાયલ થયેલા દર્દીઓનો સારવાર કરવામાં આવી રહી છે.

 

 

ઘટના સ્થળ ઉપર હાજર ડોક્ટર સબા અલકુજે કહ્યું હતું કે, મને નથી ખબર કે કેટલા લોકો આ દુર્ઘટનામાં માર્યા ગયા છે. હોસ્પિટલમાં અનેક જગ્યાએ લોકોના મૃતદેહો મળી રહ્યા છે. ઈરાકના આંતરિક સુરક્ષા મંત્રાલય જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં 82 લોકો માર્યા ગયા છે અને 110થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દરમિયાન વડાપ્રધાન મુસ્તફા અલ કાદિમીએ બગદાદ આરોગ્ય વિભાગને અલ રુસકા ક્ષેત્રમાં નિયુક્ત મહાનિર્દેશકને હટાવી દીધા છે તેમજ હોસ્પિટલના નિર્દેશકને પણ પદ ઉપરથી હટાવવામાં આવ્યા છે. સાથે સાથે વડાપ્રધાને કહ્યું હતું કે, આવી નાજુક બાબતમાં બેદરકારી ચાલી શકે નહીં, પરંતુ આ એક મોટો અપરાધ છે. જેના માટે તમામ પક્ષો જવાબદાર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS