વકીલ સાથે ઓનલાઈન ફ્રોડમાં બેંક એકાઉન્ટ ભાડા પર રાખીને આચરાતું હતું આર્થિક કૌભાંડ

  • December 08, 2023 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના એક–બે નહીં ૩૫ થી ૪૦ વકીલના એકાઉન્ટસમાંથી ઓનલાઈન નાણા વિડ્રો થઈ ગયાના સાયબર ક્રાઈમમાં પોલીસે રાજસ્થાનના બિકાનેરમાંથી બે શખસોને પકડી તો પાડયા છે પરંતુ ઝડપાયેલી બેલડી કૌભાંડમાં પ્યાદા સમાન હોય તેવું દેખાતા મુખ્ય સુત્રધારને શોધવા પકડવા પોલીસની ટીમે વધુ એક વખત રાજસ્થાનમાં દોડી જઈને સ્થાનિક પોલીસની મદદથી ભેજાબાજને શોધવા દોડધામ આદરી છે.


ગત ઓગષ્ટ્ર માસમાં સબરજીસ્ટ્રાર કચેરી પર દસ્તાવેજ રજીસ્ટર્ડ કરવાની કામગીરી કરનારા વકીલના બેંક એકાઉન્ટમાંથી બે હજારથી ૧૦ હજાર જેવી  રકમ આપોઆપ ઓનલાઈન ટ્રાન્સફર થઈ જતી હતી. વકીલોમાં બુમરાડ ઉઠી હતી. અંદાજે ૪૦ જેટલા વકીલો સાયબર ક્રાઈમનો ભોગ બન્યા હતા. જે તે સમયે પોલીસ કમિશનર તેમજ સાયબર ક્રાઈમ પોલીસ મથકે વકીલોએ દોડી જઈ લેખીત ફરિયાદ અરજી સાથે રજુઆતો કરી હતી. ગત તા.૨૨૮ના રોજ વકીલ ભાવિન મગનભાઈ મારડીયાની ફરીયાદના આધારે અજાણ્યા શખસો સામે ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં ૧૮ વકીલો આવી રીતે ઓનલાઈન ફ્રોડનો ભોગ બન્યાનું નોંધાવાયું હતું.


સાયબર ક્રાઈમ પોલીસ તપાસમાં જોતરાઈ હતી. સાડા ત્રણ માસની છાનભીન ટેકનીકલ એનાલીસીસ સાથે રાજસ્થાનના બીકાનેરમાં જે બેંકમાં નાણા જમા થતા હતા તેની માહિતી મળી હતી અને બન્ને બેંક એકાઉન્ટમાંથી થયેલા ટ્રાન્ઝેકશનના આધારે બીકાનેર દોડી જઈ કૈલાશ કાનારામ ઉપાધ્યાય ઉ.વ.૨૫ તથા મનોજ રાજુરામ કુમ્હાર ઉ.વ.૩૦ને ઝડપી લીધા હતા. બન્નેના રીમાન્ડ મેળવાયા છે. પ્રાથમીક તપાસમાં એવું બહાર આવ્યું છે કે, કૈલાશ બેકાર જેવો છે જયારે મનોજ કડીયા કામ કરે છે.


બન્ને શખસોએ એવું રટણ કયુ હતું કે, તેમને બેંક એકાઉન્ટસનો ઉપયોગ કરવા આપ્યો હતો જેના બદલામાં ૮ થી ૧૦ હજાર રૂપિયા મળ્યા હતા. બાકી ઓનલાઈન ટ્રાન્ઝેકશન કેવી રીતે થયા કયાંથી થતા એ જાણતા નથી. જો કે, પોલીસને બન્નેનું કથન ગળે ઉતયુ ન હતું. બન્નેના રિમાન્ડ મેળવી મુળ સુધી પહોંચવા પ્રયાસ કર્યેા છે. પકડાયેલી બેલડીએ ખરેખર કાંઈ ખ્યાલ ન હોય તો બન્ને પ્યાદા સમાન છે અથવા તો રકમની લાલચમાં આવી બેંક એકાઉન્ટ ઉપયોગ કરવા (ભાડે આપ્યા) ગણી શકાય.

સુત્રધાર અન્ય કોઈ હોવાનું ખુલતા ફરી પોલીસની ટીમ રાજસ્થાન દોડી ગઈ છે. સુત્રધાર હાથમાં આવ્યા બાદ રાજકોટના જ વકીલોને ભોગ બનાવ્યા છે કે આ ઢબે અન્ય શહેરો, રાયોમાં કૌભાંડ આચયુ છે ? જો આવું થયું હોય તો મોટું કારસ્તાન બહાર આવવાની પોલીસ દ્રારા આશંકા સેવાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application