ઓક્ટોબર મહિનો પૂરો થવાનો છે અને નવેમ્બર શરૂ થવાનો છે. દર મહિનાની જેમ નવેમ્બર મહિનો પણ ઘણા મોટા ફેરફારો લઈને આવી રહ્યો છે. આ ફેરફારો પહેલી તારીખથી અમલમાં આવશે અને દરેક ખિસ્સાને અસર કરશે. એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે, ત્યારે ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે.
દર મહિનાની પહેલી તારીખે પેટ્રોલિયમ કંપ્નીઓ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે અને નવા દર જાહેર કરે છે. આ વખતે પણ તેની કિંમતોમાં સુધારો 1લી નવેમ્બરે જોવા મળી શકે છે. લાંબા સમયથી સ્થિર રહેલા 14 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં આ વખતે લોકોને ઘટાડો થવાની આશા છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતની વાત કરીએ તો જુલાઈ મહિનામાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો હતો, પરંતુ તે પછી સતત ત્રણ મહિનાથી તેમાં વધારો થઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન એક સિલિન્ડરની કિંમતમાં 94 રૂપિયાનો વધારો થયો છે. 1 ઓક્ટોબરે દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 48.50 રૂપિયા મોંઘું થયું હતું.
એક તરફ, ઓઇલ માર્કેટિંગ કંપ્નીઓ દર મહિનાની પ્રથમ તારીખે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છે, તેની સાથે, સીએનજી-પીએનજી સિવાય, એર ટબર્ઇિન ઇંધણના ભાવમાં પણ સુધારો કરવામાં આવે છે. છેલ્લા કેટલાક મહિનામાં હવાઈ ઈંધણના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને આ વખતે પણ ભાવ ઘટાડવાની તહેવારની ભેટ અપેક્ષિત છે. આ સિવાય સીએનજી અને પીએનજીની કિંમતોમાં પણ મોટો ફેરફાર જોવા મળી શકે છે. હવે વાત કરીએ 1 નવેમ્બરથી દેશમાં લાગુ થનારા ત્રીજા ફેરફારની, જે દેશની સૌથી મોટી સરકારી બેંક સાથે સંબંધિત છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની પેટાકંપ્ની એસબીઆઈ કાર્ડ 1 નવેમ્બરથી મોટા ફેરફારો લાગુ કરવા જઈ રહી છે, જે તેના ક્રેડિટ કાર્ડ દ્વારા યુટિલિટી બિલ પેમેન્ટ્સ અને ફાઇનાન્સ ચાર્જિસ સાથે સંબંધિત છે. 1લી નવેમ્બરથી, અનસિક્યોર્ડ ક્રેડિટ કાડ્ર્સ પર દર મહિને 3.75 રૂપિયાનો ફાઇનાન્સ ચાર્જ ચૂકવવો પડશે. આ સિવાય વીજળી, પાણી, એલપીજી ગેસ અને અન્ય ઉપયોગિતા સેવાઓમાં 50,000 રૂપિયાથી વધુની ચુકવણી પર 1 ટકા વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.
માર્કેટ રેગ્યુલેટર સેબીએ મ્યુચ્યુઅલ ફંડમાં ઇનસાઇડર ટ્રેડિંગના નિયમોને કડક બનાવવાની તૈયારી કરી છે અને તે પહેલી નવેમ્બરથી અમલમાં આવશે. મ્યુચ્યુઅલ ફંડ એકમો માટે લાગુ થવા જઈ રહેલા નવા આંતરિક નિયમો અનુસાર, હવે નોમિની અને તેમના નજીકના સંબંધીઓ દ્વારા એસેટ મેનેજમેન્ટ કંપ્નીઓના ફંડમાં કરવામાં આવેલા રૂ. 15 લાખથી વધુના રોકાણને મંજૂરી આપવામાં આવશે નહીં. ટ્રાન્ઝેક્શન વિશેની માહિતી અનુપાલન અધિકારીને આપવાની રહેશે.
1 નવેમ્બરથી થઈ રહેલા મોટા ફેરફારોની યાદીમાં પાંચમો ફેરફાર ટેલિકોમ સેક્ટર સાથે સંબંધિત છે અને આ નવા નિયમો પહેલી તારીખથી લાગુ થઈ શકે છે. સરકારે જીઓ, એરટેલ સહિત તમામ ટેલિકોમ કંપ્નીઓને મેસેજ ટ્રેસિબિલિટી લાગુ કરવા માટે નિર્દેશ આપ્યો છે. આ અંતર્ગત ટેલિકોમ કંપ્નીઓને સ્પામ નંબર બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, કંપ્નીઓ તેમના સિમ યુઝર્સ સુધી સંદેશ પહોંચે તે પહેલા જ મેસેજને સ્પામ લિસ્ટમાં મૂકીને નંબરને બ્લોક કરી શકે છે.નવેમ્બરમાં તહેવારો અને જાહેર રજાઓ તેમજ વિધાનસભાની ચૂંટણીના કારણે બેંકો અનેક પ્રસંગોએ બંધ રહેશે. નવેમ્બરમાં કુલ 13 દિવસની બેંક રજાઓ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMકેતન–પુરણે નેપાળ બોર્ડર પાસેથી ડ્રગ્સની ૧૩ ખેપ મારી
November 07, 2024 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech