કલ્યાણપુરના દુધિયા ગામે ખૂંખાર દીપડો પકડાયો

  • June 28, 2021 10:18 AM 

કલ્યાણપુર નોર્મલ રેન્જ અને પોરબંદર વાઇલ્ડ લાઇફ રેન્જના સભ્યોએ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યુંઃ વૈજ્ઞાનિક પધ્ધતિથી દિપડાને બહાર કઢાયો

કલ્યાણપુરમાં ગઈકાલ તા.27/6/2021 ના રોજ બપોરે 3.30 કલાકે દુધિયા ગામ (સાની ડેમ પાસે) ની વાડીમાં એક દીપડો આવ્યો હોવાની બાતમીના આધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એમ. મકરાણી અને કલ્યાણપુર નોર્મલ રેન્જનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો, ઘટના સ્થળ પર રાત્રીનો સમય હોય અને કૂવામાં દીપડો પાણીમાં હોવા છતાં પાંજરું મૂકીને નેટ અને દોરડાની મદદથી વન્ય નર દીપડો (ઉમર આશરે 10 વર્ષ) નું કુવામાંથી સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિથી રાત્રે 1.30 વાગ્યે રેસ્ક્યુ કરીને તેને પ્રાથમિક તપાસ બાદ સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો.

આ રેસ્કયુ ઓપરેશનમાં લોકલ સ્ટાફમાં ગોગનભાઇ માડમ, લાગરિયાભાઈ, કિશનભાઈ તેમજ વનપાલ ભીમભાઈ વિકમા, કિશનભાઇ જાની, હરિભાઈ રાઠોડ તેમજ મરિન સ્ટાફ તેમજ પોરબંદર વાઈલ્ડ લાઈફ રેન્જના વનપાલ ચૌહાણભાઈ, વેટરનરી ડોક્ટરની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ રેસ્કયુ ઓપરેશનમાં દુધિયા ગામના સરપંચ, વાડી માલિક ધ્રાંગુભાઈ તથા કલ્યાણપુરના ગણેશગઢની જીવદયા ટીમે સહયોગ આપીને આ રેસ્ક્યુ ઓપરેશનને સફળ બનાવવા માટે આર.એફ.ઓ. એસ.એમ. મકરાણી અને તેમની ટીમ તથા ભાટિયા નોર્મલ રેન્જના સભ્યો સાથે રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS