જામનગરની કોવિડ હોસ્પિટલમાં મ્યુકોર્માઇકોસિસની બીમારી માટે દાખલ થયેલા એક મહિલા દર્દીએ મોડી રાત્રે દમ તોડયો: રિપોર્ટની જોવાતી રાહ

  • June 21, 2021 10:20 AM 

છેલ્લા ૨૪ કલાક દરમિયાન મ્યુકોર્માઇકોસિસના દર્દીઓ માટે વધુ રાહતના સમાચાર: માત્ર એક નવા દર્દી દાખલ: એકીસાથે ૧૧ ને અપાઈ રજા: મ્યુકોર્માઈકોસિસની બીમારીના ૭૭ દર્દીઓ સારવાર હેઠળ: ૨ મેજર અને ૩ માયનોર સર્જરી કરાઈ: જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં અત્યાર સુધીમાં મ્યુકોર્માઈકોસિસના કુલ ૨૩૭ કેસ સામે આવ્યા: જ્યારે ૯૪ દર્દી સાજા થયા

જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલમાં મ્યુકોર્માઈકોસિસના વોર્ડમાં સારવાર લઈ રહેલા એક મહિલા દર્દીએ ગઇકાલે મોડી રાત્રે દમ તોડી દીધો છે, જેના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. છેલ્લા ૪૮ કલાક દરમિયાન આ વોર્ડ માટે બીજા સારા સમાચાર મળ્યા છે, અને માત્ર નવા એક દર્દીને દાખલ કર્યો છે, જ્યારે એકી સાથે ૧૧ દર્દીઓ ને રજા અપાઈ છે. આજે ૨ મેજર સર્જરી કરવામાં આવી હતી, જ્યારે ૩ માઇનોર સર્જરી કરાઇ છે.

સરકારી જી.જી. હોસ્પિટલમાં ઉપરોક્ત વોર્ડમાં સારવાર મેળવી રહેલા મહિલા દર્દી પારૂલબેન કોઠારી (૫૧) કે જેઓ ગત તા. ૨૮.૫.૨૦૨૧ ના દિને આ વોર્ડમાં દાખલ થયા હતા, અને આજથી ૧૩ દિવસ પહેલા તેની આંખોની સર્જરી કરવામાં આવી હતી, અને સારવાર હેઠળ હતા. દરમિયાન ગઇકાલે મોડી રાત્રે ૧૧.૩૦ વાગ્યા પછી તેઓનું મૃત્યુ નિપજયું છે. જેનું મૃત્યુ કઈ બીમારીના કારણે થયું તેના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. મેડિસિન વિભાગના રિપોર્ટ પછી તેના મૃત્યુના કારણ અંગેની જાહેરાત કરાશે, હાલ બ્લેક ફંગસનાં ૭૭ દર્દી સારવાર હેઠળ છે, જી.જી. હોસ્પિટલમાં આજે વધુ ૨ મેજર સર્જરી કરવામાં આવી હતી, જ્યારે ત્રણ માઇનોર સર્જરી થઈ છે.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં મ્યુકોર્માઇકોસિસ (બ્લેક ફંગસ) ના જુદા જુદા ચાર વોર્ડ કાર્યરત છે, અને તમામ દર્દીઓની સધન સારવાર ચાલી રહી છે, જેમાં છેલ્લા ૪૮ કલાક દરમિયાન એક દર્દીનો ઉમેરો થયો છે, અને હાલ ૭૭ દર્દીઓ બ્લેક ફંગસની બીમારીની સારવાર મેળવી રહ્યા છે, ઉપરોક્ત દર્દીઓ પૈકી ૨ દર્દી ઉપર મેજર સર્જરી કરવામાં આવી હતી. જ્યારે એક બાળક સહિત ૩ માઇનોર સર્જરી કરવામાં આવી છે.

આજે મ્યુકોર્માઇકોસિસના વોર્ડમાં અત્યાર સુધીમાં ૨૩૭ થી વધુ દર્દીઓ સામે આવ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં ૪ દર્દીઓના મૃત્યુ નિપજ્યાનું જાહેર કરાયું છે. ઉપરાંત કુલ ૬ દર્દીઓની એક એક આંખ કાઢવી પડી છે. અત્યાર સુધીમાં ૯૪ થી વધુ દર્દીઓ સાજા થઇ જતાં રજા આપી દેવાઈ છે.

જી.જી. હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૧૭૦ મેજર સર્જરી કરવામાં આવી છે જ્યારે ૯૦ માઇનોર સર્જરી કરાઇ છે. જી.જી. હોસ્પિટલમાં દાખલ થયેલા ૭૭ દર્દીઓ પૈકી એક દર્દીને એન.આર.બી.એમ. પર રાખવામાં આવ્યો છે, જ્યારે એક દર્દી ઓક્સિજનની સુવિધા પર છે. જ્યારે બાકીના ૭૫ દર્દીઓ રૂમ એર પર સારવાર લઇ રહ્યા છે. જે તમામને સધન સારવાર અપાઇ રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS